Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

રક્ષાબંધન- બળેવ- યજ્ઞ પવિત

શ્રાવણ સુદ ૧૫ પૂનમ. આ પવિત્ર દિવસે બ્રાહ્મણો અને જેણે જનોઈ ધારણ પહેરી હોય તે સવારના વહેલી ઉઠી નદી તળાવે જનોઈ બદલવા જાય છે. તેઓ વેદના મંત્રોથી વિધિ પૂર્વક પુજા કરી જુની જનોઈ કાઢી જળમાં પધરાવે છે અને નવી જનોઈ ધારણ કરે છે. શ્રાવણ માસની પૂર્ણીમાએ આવૃત કરાય છે. આને શ્રાવણી પણ કહે છે તળાવ નદી કીનારે શાષાીય વિધીથી કરવામાં આવે છે. વર્ષભરના કરેલા પાપો આ પ્રાયヘતિ કરવાથી દુર થાય છે અને સાથે રક્ષાબંધન પણ છે. આજ દીવસે બહેનભાઈને હાથે રાખડી બાંધે છે અને ભાઈ બહેનને ભેટ દક્ષીણા આપે છે અને બહેન ભાઈના દીર્ધાયુષ માટે પ્રાર્થના કરે છે. અગાઉ ઈન્‍દ્રરાજા અસુરો સાથે લડતા હતા. ત્‍યારે ઈન્‍દ્રાણીએ ઈન્‍દ્ર રાજાને હિંમત આપી જમણા હાથે રાખડી રક્ષા દોરી બાંધેલ હતી. જેના પ્રતાપે ઈન્‍દ્ર રાજાએ અસુરો ઉપર વિજય મેળવ્‍યો હતો. આજ દિવસે બહેન અથવા બ્રાહ્મણ પાસે રક્ષા રાખડી હાથે બાંધવાથી આખા વર્ષમાં કોઈ પ્રકારનું દુઃખદ થતુ નથી અને રોગ, શત્રુ વગેરેથી રક્ષા થાય છે.(૩૦.૭)

બટુક મહારાજ,

 કાળીપાટના શાષાી અને શ્રી સ્‍વામિનારાયણ મંદિરના પુજારી,

મો.૯૮૯૮૨ ૬૫૯૮૦

(4:03 pm IST)