Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

શરણેશ્વર મંદિરે શ્રાવણ માસના સોમવારે મહાદેવજીના વિવિધ શણગાર દર્શન

રાજકોટઃ શરણેશ્વર મહાદેવજી મંદિરે દોશી હોસ્પીટલ પાસે શિવનગરમાં પવિત્ર શ્રાવણ માસ માટે નોંધાયેલા ભકતોને દરરોજ દુધના અભિષેક અને બીલીપત્ર સાથે મહાદેવની પુજા કરાવવામાં આવે છે. શ્રાવણ માસના બીજા સોમવારે મહાદેવને ફુલોના શણગાર દર્શન રાખવામાં આવ્યા હતા.

શરણેશ્વર મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં દરરોજ લઘુરૃદ્રી સહીત પુજા કરાવવામાં આવે છે. શ્રાવણ માસના હવે પછીના સોમવારોમાં અમરનાથ ગુફા તથા ચોકલેટ શણગાર સહીતના દર્શન રાખવાની તૈયારી થઇ રહી છે. શરણેશ્વર મંદીરના વિશાળ પટાંગણમાં મહાદેવ સાથે અંબાજી, રામ-લક્ષ્મણ-જાનકી, રાધા-ક્રિષ્ના તેમજ નવ ગ્રહના મંદિર દર્શનીય છે તેમ મંદિરના પુજારી મૂળ રાજસ્થાનના રમેશભાઇ બાલક્રિષ્નભાઇ ત્રિવેદીએ જણાવેલ છે.

(3:13 pm IST)