Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

રાજકોટ જીલ્લામાં જુગારના ત્રણ દરોડાઃ ૮ પતાપ્રેમી ઝપટે ચડી ગયા

નાની મારડ ગામે ૩ પીપળીયા ગામે ૩ અને પડધરીમાં ર શખ્‍સો પતા ટીંચતા પકડાયાઃ એક શખ્‍સ ભાગી ગયો

રાજકોટ, તા., ૧૦:  જીલ્લામાં જુગારના અલગ અલગ જગ્‍યાએ ત્રણ દરોડામાં ૯ પતાપ્રેમીઓ પોલીસની ઝપટે ચડી ગયા હતા.

પ્રથમ દરોડામાં પાટણવાવ પોલીસે નાની મારડ ગામે શંકર મંદિર પાસે રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧) કિરણસિંહ બળદેવસિંહ જાડેજા, (ર) માધવજી ભીખાભાઇ  રાઠોડ, રહે. નાનીમારડ, તથા (૩) પ્રદીપસિંહ અશોકસિંહ જાડેજા રહે. આશાપુરા મંદિરની બાજુમાં નાની મારડને રોકડા પ૦૩૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.

બીજા દરોડોમાં પાટણવાવ પોલીસે પીપળીયા ગામે સ્‍મશાન પાસે રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧) મનીષ માયાભાઇ પરમાર, (ર) અનીલભાઇ રઘુભાઇ પંચારા તથા રે. ત્રણેય પીપળીયાને રોકડા રૂા. ૯પ૦  અને ગંભજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ત્રીજા દરોડોમાં પડધરી પોલીસે પડધરી ગીતાનગર ટાવર વાળી શેરીમાં રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧) રાજેશ નાથાભાઇ સોલંકી તથા (ર) ગોપાલ ઉર્ફે ભાયલી અમરશીભાઇ સોલંકી રે. ગીતાનગર પડધરીને રોકડા રૂા. ૧૭,૬૦૦, ત્રણ મોબાઇલ તથા ગંજીપતા મળી કુલ ર૮,૧૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં. આ રેઇડ દરમિયાન અજય વસંતભાઇ સોલંકી રે. ગીતાનગર પડધરી નામનો શખ્‍સ નાસી છૂટયો હતો.

(12:23 pm IST)