Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

પ્‍લાસ્‍ટર ઓફ પેરિસની મુર્તિઓ પર પ્રતિબંધઃ માટીની મુર્તિ ૯ ફુટથી ઉંચી બનાવવી નહિ

૩૧મી ઓગષ્‍ટથી શરૂ થનારા ગણેશ મહોત્‍સવ અંતર્ગત પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનું જાહેરનામુ : ધાર્મિક લાગણી દુભાય તેવા કોઇ ચિホો મુર્તિમાં મુકવા નહિઃ કેમિકલ યુક્‍ત રંગોનો ઉપયોગ કરવો નહિઃ મુર્તિઓ બિનવારસ હાલતમાં મુકવી નહિઃ વિસર્જન નક્કી થયેલા સ્‍થળોએ જ કરવું: મુર્તિકારોએ ગંદકી કરવી નહિ

રાજકોટ તા. ૯: શહેરમાં આ મહિનાના અંતમાં ગણેશ મહોત્‍સવની ધામધુમથી ઉજવણી થશે. આ અંતર્ગત શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે એક જાહેરનામુ બહાર પાડી લોકોને તેનો અમલ કરવા અનુરોધ કર્યો છે. આગામી ૩૧/૮ના રોજ શ્રી ગણેશજીની પ્રતિમાઓની સ્‍થાપના કરી બદામાં ર્મુર્તિઓનું વિસર્જન સરઘસ કરીને વાજતે ગાજતે કરવામાં આવશે. મુર્તિ સ્‍થાપના બાદ અમુક લોકો ત્રીજા દિવસે, પાંચમા, દિવસે, સાતમા દિવસે કે નવમા દિવસે અથવા તો ૧૧માં દિવસે એટલે કે ૧૦/૯ના રોજ વિસર્જન કરશે. આ ઉત્‍સવ માટે પોલીસ કમિશનરે આજે એક જાહેરનામુ બહાર પાડયું છે અને તેનો કડક અમલ કરવા અનુરોધ કર્યો છે.

આ મહોત્‍વસને અનુલક્ષીને મુર્તિકારો દ્વારા અગાઉથી ર્મુતિ બનાવવામાં આવે છે. એ સ્‍થળો પર ગંદી ન થાય અને રોગચાળો ન ફેલાય તેમજ કોઇની ધાર્મિક લાગણી દુભાય તેવા ચિહનો કે નિશાનો રાખવામાં ન આવે અને મુર્તિઓનું ઉંચાઇનું યોગ્‍ય ધોરણ જળવાઇ રહે. તેમજ કેમિકલ યુક્‍ત રંગોનો ઉપયોગ ન થાય તે માટે અને તેમજ સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇનનું પાલન થાય તે માટે અને પર્યાવરણની જાળવણી થાય તે માટે અમુક કૃત્‍યો પર પ્રતિબંધ મુકાયો છે.

ભગવાન ગણેશજીની પ્‍લાસટર ઓફ પેરિસની મુર્તિ બનાવવા કે વેંચવા કે સ્‍થાપન કરવા પર પ્રતિબંધ રહેશે, માટીની ર્મુતિ બેઠક સહિત ૯ ફુટ કરતાં વધુ ઉંચાઇની બનાવવા, વેંચવા, સ્‍થાપવા અને જાહેર માર્ગ પર પરિવહન કરાવવાની મનાઇ છે, નક્કી કરેલા વિસર્જનના સ્‍થળો અને મંજુરી લીધી હોય તે સિવાયના સ્‍થળોએ મુર્તિઓનું વિસર્જન કરી શકાશે નહિ.

આ ઉપરાંત ર્મુતિકારોએ મુર્તિ બનાવવાના પોતાના જે તે સ્‍થળે ચોખ્‍ખાઇ રાખવી પડશે તેમજ મુર્તિઓ પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા કેમિકલ યુક્‍ત રંગો વાપરી શકાશે નહિ. સ્‍થાપના દિવસ બાદ મુર્તિકારોએ વેંચાણમાં લીધી હોય તેવી અને ખંડિત થયેલી મુર્તિઓને સ્‍થાપના દિવસ બાદ બિનવારસી હાલતમાં મુકવા પર પ્રતિબંધ રહેશે. તેમજ કોઇપણ ધર્મની લાગણી દુભાય તેવા કોઇપણ પ્રકારના ચિホો કે નિશાનીવાળી ર્મુર્તિઓ બનાવવા, ખરીદવા, વેંચવા અને સ્‍થાપન કરવા પર પ્રતિબંધ રહેશે.

આ જાહેરનામાનો અમલ તા. ૧૧/૮/૨૨ થી તા. ૧૧/૯/૨૨ સુધી રહેશે. જે કોઇ પણ તેનો ભંગ કરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવએ જણાવ્‍યું હતું.

(3:45 pm IST)