Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

સશકત અને શિક્ષિત રાષ્ટ્રના નવ- સર્જનમાં આશીર્વાદરૂપ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020)

ગત બુધવાર તારીખ ૨૯/૦૪/૨૦૨૦ના રોજ આપણા રાષ્ટ્રનાયક નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન અને દિશાનિર્દેશને અનુસરીને આપણા કેન્દ્રીય

 મંત્રીમંડળે ભારતીય યુવાધનના સંવર્ધન અને સર્વાંગી વિકાસ માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NES  2020)ની જાહેરાત કરી છે આપણા સહુ  માટે  એક ગર્વની બાબત છે તથા શિક્ષણ નીતિ રાષ્ટ્ર નિર્માણના નવા યુગ માટે પાયાના પથ્થર સમાન બની રહેશે.

વિકસિત વિશ્વ જોડે શુસંગતા મેળવવા માટે ઘણા લાંબા સમયની પ્રતીક્ષા બાદ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP ૨૦૨૦) આપણા રાષ્ટ્રને ભેટ મળી છે અગાઉ ૧૯૯૨માં શિક્ષણ નીતિમાં ફેરફાર કરવામાં આવ્યા હતા જેમાં હાલના સમય જોડે લયબદ્ઘ તાલ મેળવવા માટે નવી શિક્ષણ નીતિની ખુબ આવશકયતા હતી જે હવે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) દ્વારા ઉચ્ચ શિક્ષણમાં મોટા સુધારા, બિન શૈક્ષણિક કુશળતા પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ભાષાની વિવિધતા અને અભ્યાસક્રમમાં પાયાના ફેરફાર કરવાની જોગવાઈ દ્વારા દેશવાસીઓમાં ૧૦૦ટકા શાક્ષરતા અને ભવિષ્ય નિર્માણમાં ચોક્કસ આશીર્વાદરૂપ નીવડશે.

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NES 2020) ના મહત્વના મુદ્દાઓ નીચે મુજબ છે.

વૈદિક શાસ્ત્રોની પદ્ઘતિને અનુલક્ષીને સૌને સમાન અને વ્યાપક શિક્ષણની તક આપીને વિશ્વ ફલક પર ભારતીય યુવાધનને વૈશ્વિક આવકાર્ય મળે તે પ્રકારની વ્યવસ્થાની જોગવાઈ છે.

પ્રારંભિક શિક્ષણમાં પાયાનો  ફેરફારઃ શાળાના અભ્યાસક્રમ ૧૦ + ૨ના બદલે +++૪ના માળખામાં નાખીને અભ્યાસક્રમને વધુ વ્યવહારૂ બનાવ્યો જેથી કરીને બાળસંવર્ધન, શિક્ષણ, વિષયમાં પારંગતતા સાથોસાથ પુસ્તકોમાં જરૂરી ફેરફાર કરીને શિક્ષણને વધુ રસપ્રદ બનાવશે.

બહુભાષીયતા અને ભાષાની શકિતઃ  માતૃભાષા તથા પ્રાદેશિક ભાષા દ્વારા પાયાનું શિક્ષણ આપીને યોગ્યતાને વધુ મજબૂત કરવાનો પ્રયાશ કરશે પગલાં દ્વારા પાયાના શિક્ષણને વધુ દ્રઢ બનાવીને યોગ્ય સર્વાંગી વિકાસ સાધી શકાય.

મૂલ્યાંકન નીતિમાં ફેરફારઃ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે મૂલ્યાંકન માટે રાષ્ટ્રીય મૂલ્યાંકન સંસ્થાન PARAKH (Performance Assessment, Review, and Analysis of Knowledge for Holistic Development)ની સ્થાપના કરવામાં આવશે જેની મદદ દ્વારા સારાત્મક મૂલ્યાંકન તથા વધુ યોગ્યતા આધારિત મૂલ્યાંકન દ્વારા વિશ્લેષણ, વિવેચક વિચારસરણી અને વિભાવનાત્મક સ્પષ્ટતાનું પરીક્ષણ કરશે.

જરૂરિયાત મંદ છાત્રોને આર્થિક મદદઃ પગલાં દ્વારા લાભાર્થી (SC, ST, OBC, and other SEDGs) વિદ્યાર્થીઓને ખુબજ સરળ તેમજ સચોટ રીતે યોજનાઓનો લાભ મળી શકે તે હેતુસર વિદ્યાર્થીઓને મેરીટ પ્રમાણે પ્રોત્સાહન સ્વરૂપે શિષ્યવૃતિ આપવામાં આવશે જેનું સંચાલન The National Scholarship Portal દ્વારા કરવામાં આવશે.

Multidisciplinary Education and Research Universities (MERUs) IITs, IIMs  જેવા સુવ્યવસ્થિત સંસ્થાન અને આયોજન બદ્ઘ અભ્યાસક્રમ ને અનુલક્ષી ને MERUs  ની સ્થાપના કરવામાં આવશે તેના દ્વારા વધુ એક સુવ્યવસ્થિત સંસ્થાન ભવિષ્યમાં પ્રતિભાશાલી યુવાવર્ગ તૈયાર કરશે.

ભારતીય ઉચ્ચ શિક્ષણ આયોગ (Higher Education Commission of India “HECI”) તબીબી અને કાનૂની શિક્ષણને બાદ કરતાં, સમગ્ર ઉચ્ચ શિક્ષણ માટે એક સંસ્થા તરીકે HECIની સ્થાપના કરવામાં આવશે જેના દ્વારા સરકારી તેમજ ખાનગી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું મૂલ્યાંકન, નિયમન, માન્યતા અને શૈક્ષણિક ધારા ધોરણો નકકી કરીને સંચાલન કરવામાં આવશે.

ભગીરથ કાર્ય અને યોજનાને યોગ્યરીતે સફળ બનાવવા બધી રાજય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને પૂરતો સહયોગ પ્રદાનકરીને ભારતના નવસર્જનનું સપનું સાકાર કરવાની તેમજ પોતાની દેશ-ભકિત અને રાષ્ટ્ર સેવામાં આહુતિ આપવાની અમૂલ્ય તક છે જેનું સર્વે જન પ્રતિનિધિઓએ પોતાનું મનઘડંત વિચાર છોડીને સમર્થન કરવું જોઈએ એવું હું સ્પષ્ટપણે માનું છું.

ઉમંગભેર હૃદય અને આનંદિત ચિતે શ્રી વાલ્મીકિ રામાયણજી નો એક શ્લોક અંતર માં ગુંજી રહ્યો છે. '' અપિ સવર્ણમયી લંકા મે લક્ષ્મણ રોચતે જન્મભૂમિશચ સવર્ગાદપિ ગરીયસી ।। અર્થાત જયારે લંકા પર વિજય મેળવી અને મર્યાદા પુરષોત્તમ પ્રભુશ્રી રામ અયોધ્યા માટે પ્રયાણ કરે છે ત્યારે પોતાની જન્મભૂમિનું મહત્વ સમજાવતા પોતાના અનુજ શ્રી લક્ષમણજી ને કહે છે કે સુર્વણમયી લંકા ના સર્વે સુખો મનને તુચ્છ લાગે છે જયારે મને મારી જન્મભૂમિ અયોધ્યા સ્વર્ગ થી પણ અધિક વ્હાલી છે, શ્રી રામાયણજી ના શ્લોક ને અને પ્રભુશ્રી રામ ના ભાવ ને પોતાના જીવન માં સાંગોપાંગ ઉતારનાર અને જન્મભૂમિ માં ભારતી ની સેવા કાજે પોતાની પરવા કર્યા સિવાય પોતાના એક-એક શ્વાશ ને રાષ્ટ્ર નિર્માણ માં અર્પણ કરનાર આપણા સૌના વ્હાલસોયા નેતા અને ભારત નું ગૌરવ આપણા પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને બાહોશ પહેલ બદલ અંતરના અભિનંદન પાઠવું છું.(૩૦.૧૧)

આલેખનઃ અભયભાઈ ભારદ્વાજ

રાજયસભાના સાંસદશ્રી અને અગ્રણી ધારાશાસ્ત્રી (મો.૯૭૨૭૪ ૫૫૯૫૫)

(5:19 pm IST)