Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

ડેરીમાં ગોવિંદભાઇના સ્થાને ગોરધનભાઇ ?

રાજકોટઃ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ (રાજકોટ ડેરી)ની સામાન્ય ચૂંટણી માટે આજે જયેશ રાદડિયા પ્રેરિત પેનલે ઉમેદવારી કરી છે.૧૩ ઉમેદવારોના નામ જાહેર થયા તેમાં વર્તમાન ચેરમેન ગોવિંદભાઇ રાણપરિયા અને સભ્ય જયોત્સનાબેન ગઢિયાને સ્થાન મળ્યું છે. બાકીના તમામ નવા ચહેરા પસંદ થયા છે.

જિલ્લા બેકના ડીરેકટર ગોરધનભાઇ ધામેલિયાને ડેરીની ચૂંટણી લડાવવાનું પગલુ સૂચક ગણાય છે. ગોવિંદભાઇ  નહિ તો ગોરધનભાઇ ચેરમેન તેવી અટકળો શરૂ થઇ ગઇ છે.

ગોવિંદભાઇ ૧૭ વર્ષથી ડેરીના ચેરમેન છે તેમની સામે ચોકકસ પ્રકારની ફરીયાદો જિલ્લા અને સરકાર કક્ષા સુધી પહોંચ્યાનું ચર્ચાઇ રહ્યું છે કિશાન સંઘે પણ ડેરીના 'વહીવટ'બાબતે ખુલ્લા આક્ષેપો કર્યા છે. એક તબકકે તો ગોવિંદભાઇને ચૂંટણી ન લડાવવા સુધીની વાતો વહેતી થયેલ હવે ડેરીની ચૂંટણીમાં ગોરધનભાઇની એન્ટ્રીથી સમીકરણો બદલાતા દેખાય છે. ગોવિંદભાઇના વિકલ્પે ગોરધનભાઇને ડેરીના ચેરમેન બનાવાય તેવી શકયતા પ્રબળ છે.

તસ્વીર થોડા દિવસ પહેલાની છે જેમાં ગોરધનભાઇ અને ગોવિંદભાઇ એક વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભેગા છે. પોતે વાવેલા ઝાડ ઉગે કે નહિ તે અલગ વાત છે. પરંતુ રાજકારણમાં ગમે ત્યારે ગમે તે 'ઝાડવા' ઉભા થઇ જાય તે બાબત બન્ને જાણે છે.

(3:44 pm IST)