Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

અતુલ મોટર્સ સાથે થયેલ ૮૪ લાખના ઠગાઇના ગુનામાં જામીન અરજી નામંજુર

આરોપીએ બોગસ રિસિપ્ટ બનાવીને ગુનો કરેલ છે : અદાલત

રાજકોટ, તા. ૧૦ : અતુલ મોટર્સના વેલ્યુના મેનેજર દ્વારા રૂ. ૮૪ લાખ ની ઠગાઇના ગુનામાં જામીન અરજી રદ કરવાનો સેસન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

ગત તા. ૧પ-૦૩-ર૦ર૦ના રોજ અમદાવાદ ખાતે અતુલ મોટર્સ ટુ વેલ્યુ ગાડીના ઓડીટ ઇન્સ્પેકશન વખતે ગોડાઉનમાં રેકર્ડ કરતા ઓછી ગાડી માલુમ પડતા તેમના મેનેજર પરેશભાઇ કરશનભાઇ રાઠોડ રહે. આનંદનગર કોલોની કોઠારીયા રોડ, રાજકોટ વાળાને પુછપરછ કરતા તેઓએ આશરે રપ જુની ગાડી બોગસ રીસીપ્ટો બનાવી બારોબા ર વેંચી રૂ. ૬૭,૪ર,૯૮૦/- તેમજ કલેઇમ પેટેની રકમ રૂ. ૯,૧૪,૪૯૭/- તથા અગાઉ ની લેણી રકમ રૂ.૮,ર૬,૦૦૦/- કુલ મળી કુલ રૂ. ૮૪,૦૦,રપ૭/-ની રકમ કંપની જમા નહીં કરાવી પોતાના અંગત વપરાશ માટે ઉપયોગમાં લઇ કંપની સાથે વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરી ફોડ કરેલ છે તે મતલબની ફરીયાદ અતુલ મોટર્સના સી.ઇ.ઓ. એ સમર્થ અતુલભાઇ ચાંદ્રા એ એ. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ.

આ ફરીયાદના અનુસંધાને અરજદાર/ આરોપી પરેશ કરશનભાઇ રાઠોડની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કરેલ. ત્યારબાદ અરજદાર/ આરોપી પરેશ કરશનભાઇ રાઠોડએ રાજકોટની નામ. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સમક્ષ જામીન ઉપર મુકત થવા જામીન અરજી દાખલ કરેલ.

સરકાર પક્ષે સરકારી વકીલ શ્રી મહેશભાઇ જોષી તથા મુળ ફરીયાદી વતી તેમના એડવોકેટ શ્રી મનીષ એચ. ખખ્ખર એ સેસન્સ કોર્ટમાં અરજદારની જામીન અરજી સામે વાંધા જવાબ તથા દલીલમાં જણાવેલ કે અરજદાર પોતે ટુ વેલ્યુના મેનેજર હતા જેથી તમામ કાર્યવાહીની સતા તેઓની હતી તેઓએ કંપનીની સાથે ફોડ કરી જુની ગાડીની રીસીપ્ટમાં પોતે બોગસ રીસીપ્ટ બનાવી બારોબાર રપ ગાડીનું વેંચાણ કરી રોકડ રકમ પોતાના અંગત  વપરાશ માટે લઇ કંપની સાથે ફોડ કરેલ છે. આ સંજોગોમાં જામીન ઉપર મુકત કરી શકાય નહીં. તે મતલબની દલીલો કરેલ.

બંને પક્ષોની દલીલો સાંભળી સેસન્સ કોર્ટએ અરજદાર-આરોપી પરેશ કરશનભાઇ રાઠોડની જામીન અરજીના મંજુર કરેલ છે. આ કામમાં સરકાર પક્ષે સરકારી વકીલ શ્રી મહેશભાઇ જોષી રોકાયેલ હતા. તેમજ મુળ ફરીયાદી વતી એડવોકેટ મનીષ એચ. ખખ્ખર, સમીર ડી. ઠકરાર, સુરેશભાઇ પંડયા તથા આસીટન્ટ તરીકે અલય એમ. ખખ્ખર તથા ધર્મેશ જે. ખીમસુરીયા રોકાયેલ હતા.

(3:39 pm IST)