Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

અતુલ ઓટો દ્વારા સિવીલ હોસ્પીટલને ઓટો રીક્ષામાંથી બનાવાયેલ ૪ાા લાખની એમ્બ્યુલન્સ અર્પણ કરાઇ

રાજકોટઃ વિખ્યાત ઓટો કંપની અતુલ ઓટો દ્વારા પોતાની વિખ્યાત ઓટો રીક્ષામાંથી બનાવાયેલ અને નાની શેરીઓમાં પણ જઇ શકે એવી મીની એમ્બ્યુલન્સ સિવીલ હોસ્પીટલને અર્પણ કરાઇ હતી. આજે કંપનીના ઉચ્ચ અધીકારી શ્રી દશરથસિંહે કલેકટર શ્રી રેમ્યા મોહનને આ એમ્બ્યુલન્સની ચાવી કલેકટર કચેરી ખાતે અર્પણ કરી હતી. અંદાજે ૪ાા લાખના ખર્ચે બનાવાયેલ આ એમ્બ્યુલન્સમાં દર્દી માટે સુવા-ઓકસીજન-સ્ટ્રેકચર સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે, આ ઉપરાંત ૩ થી ૪ સગાજનો બેસી શકે તેવી પણ વ્યવસ્થા કરાઇ છે. અત્રે એ નોંધનીય છે કે સીવીલ હોસ્પીટલ માટે ગુજરાત સરકારની જીઆઇઆઇસીના ફંડમાંથી અદ્યતન ૪ એમ્બ્યુલન્સ લાખોના ખર્ચે મુંબઇની અનંતા યુનિ.ની ટીમ હાલ બનાવી રહી છે, જે પણ ૭ થી ૮ દિવસમાં અર્પણ કરી દેવાશે. અતુલ ઓટો લી.-રાજકોટ દ્વારા તેમની પ્રોડકટ અતુલ જેમ કાર્ગો રીક્ષાને મોડીગફાય કરી એમ્બ્યુલન્સમાં કન્વર્ટ કરેલ છે. આ પ્રસંગે રાજકોટ કલેકટર શ્રી રેમ્યા મોહન નિવાસી અધિક કલેકટર શ્રી પી. બી. પંડયા સાહેબ, મેડીકલ સુપ્રીન્ટેન્ડન્ટ શ્રી પંકજભાઇ બુ઼ચ તેમજ અતુલ ઓટો લી.ના જનરલ મેનેજર શ્રી યોગેશ રંજન તથા એરિયા મેનેજર શ્રી દશરથ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.

(3:36 pm IST)