Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

વકીલો માટે પ્રેકટીસ સંબધી ફોર્મ ભરવાની મુદતમાં ૩૦ સપ્ટેમ્બર સુધીનો વધારો : દિલીપ પટેલની સફળ રજુઆત

રાજકોટ,તા.૧૦ : બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના ચેરમેન મનન કુમાર મીશ્રાએ ભારતના તમામ બાર એસો. અને બાર કાઉન્સીલને સુપ્રીમ કોર્ટની ઇ.સમીતીના અવલોકન માટે જે વકીલ પ્રેકટીસ કરે છે તેના સંબધી બહાર પાડવામાં આવેલ ફોર્મમાં વિગત ભરી ભારતના તમામ વકીલો એ દસ ઓગષ્ટ સુધીમાં માહીતી મોકલવા આદેશ કરેલો હતો.

આ સર્વોચ્ચ અદાલતની વિગતો હાલ કોરોના મહામારીમાં કોર્ટો બંધ હોય તથા વકીલો કોર્ટમાં આવતા ન હોય બાર એસો.ના રૂમો બંધ હોય ઘણા વકીલો માહીતી મોકલવામાં અસમર્થ રહેશે તેવી અનેક બાર એસો. અને બાર કાઉન્સીલોની રજુઆત મેમ્બર દીલીપ પટેલ અને ઇન્ડીયાના તમામ મેમ્બરોને મળેલ હતી.

બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના મેમ્બર દીલીપ પટેલે વકીલોની લાગણી અને માંગણીને ધ્યાને લઇ હાલની પરિસ્થિતી તથા વકીલોને ફોર્મ ભરવામાં ખુબજ ટુંકા સમય મળેલ હોય સમય લંબાવી આપવા માટે દીલીપ પટેલે ચેરમેન મનન કુમાર મીશ્રાને આજે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાની વચ્ચ્યુલ મીટીંગમાં રજુઅત કરેલ અન્ય સ્ટેટના મેમ્બરો એ પણ સમય લંબાવી આપવા સમર્થ આપતા ૩૧ સપ્ટેમ્બર સુધીમાં માહીતી પુરી પાડવા મુદત લંબાવી આપેલ હતી.

આ સાથે ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ફોર્મ નહી ભરનાર તમામ અડવોકેટને નોન પ્રેકટીશનર ગણી અને (એલ) પરથી નામ દુર કરવામાં આવશે તેમ પણ જણાવેલ હતું અને હવે પછી મુદત નહી વધારવામાં આવે તેમ પણ ચેરમેન મનન મીશ્રાએ મેમ્બર દીલીપ પટેલ સહીતનાને જણાવેલ હતું. સમય મર્યાદા વધતા વકીલોમાં આનંદની લાગણી ફેલાયેલ છે. અને દીલીપ પટેલનો આભાર માનેલ છે.

(3:01 pm IST)