Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ રાજકોટ - ૨૧માં વર્ષમાં મંગલ પ્રવેશ !!

સેવા પરમો ધર્મ!!! માનવ સેવાથી વધુ કોઈ ઉચ્ચ ધર્મ નથી!!! : જયારે સેવા નિઃસ્વાર્થ સેવાનું સ્વરૂપ લે છે ત્યારે તે ઉમદા અને દિવ્ય બની જાય છે : શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ દ્વારા ૧૦,૦૦,૦૦૦ થી વધારે દર્દીઓની ઓપીડીમાં સારવાર કરવામાં આવી છે અને ર૦,૦૦૦થી વધારે હૃદય રોગના ઓપરેશન નિઃશુલ્ક કરવામાં આવ્યા છે : રાજસ્થાન, ઓરિસ્સા , મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, દિલ્હી, યુ.પી, બિહાર, ઝારખંડ, છત્ત્।ીસગઢ જેવા અન્ય રાજયથી પણ ગરીબ હૃધ્યરોગના દર્દીઓ છેલ્લાં ર૦ વર્ષથી હોસ્પિટલની સેવાઓનો લાભ વિનામુલ્યે મેળવી રહ્યા છે

 રાજકોટઃ શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ કળયુગમાં કોઈ પણ જાત-પાતના ભેદભાવ વગર સતત ર૦ વર્ષથી સેવાનું કાર્ય કરી રહી છે.

 'દિલ વિધાઉટ બીલ' ના નામે જાણીતી શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ રાજકોટ છેલ્લાં ર૦ વર્ષથી સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહી છે. તા ૦૪-૦૮-૨૦ ના રોજ આ હોસ્પિટલે ર૦ વર્ષ પૂર્ણ કરી ર૧માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. હૃદય રોગના ગરીબ દર્દીઓને વિનામુલ્યે નવજીવન આપીને આ હોસ્પિટલે સેવા ક્ષેત્રે અનન્ય ઉદાહરણ પૂરું પાડ્યું છે. હોસ્પિટલમાં પુખ્ત અને બાળકોના તમામ પ્રકારના હૃદયના ઓપરેશન વિનામુલ્યે થાય છે.

 આ સેવા કાર્યને આગળ વધારવા અમદાવાદના આંગણે શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, (કાસીન્દ્રા ગામ, સરખેજ ધોળકા રોડ ફોન. ૦૨૭૧૮ર ર૪૮૦૦,  ૯૩૨૮૫૧૮૦૩૭ ખાતે ) ૨૦૧૮માં શરું કરવામાં આવી છે.બાળકોના હૃદયરોગની સારવાર વિનામુલ્યે કરતી આ હોસ્પિટલ દ્વારા તેની સ્થાપનાના માત્ર દોઢ વર્ષમાં જ ૧૫૦૦ જેટલાં બાળ દર્દીઓને નવજીવન આપવામાં આવ્યું છે.  શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ કાલાવાડ રોડમાં (ફોન. ૦૨૮૧-ર૫૭૬૩૧૧) આર્થિક રીતે નબળા વગના લોકો માટે વિનામુલ્યે ઓપરેશન થાય છે આ સાથે મુખ્ચમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના, માં યોજના તથા આયુષ્માન ભારત યોજના નો લાભ પણ હૃદયરોગના દર્દીઓને આપવામાં આવે છે.

(2:38 pm IST)