Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

રાજકોટના છ સહિત ૮ શખ્સો અરડોઇની વાડીમાં જુગાર રમતા ઝડપાઇ ગયા

 કોટડાસાંગાણી તા.૧૦ અરડોઇ ગામની સીમમાં રાજેશભાઇ રૂડાભાઇ ભુત પટેલ (રહે. રજકોટ કોઠારીયા મુરલીધર પાર્ક શેરી નં. ર) પોતાની વાડીના મકાનમાં જુગારનો અખાડો ચલાવતો હોય બાતમી આધારે ના.પો.અધિ ગોંડલ પાસેથી જુગારધારા કલમ ૬ મુજબનું વોરન્ટ મેળવી રેઇડ કરતા રૂ.૧.ર૧.૩૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૮ કી.રૂ. ૧૩,પ૦૦-/ તથા વાહનો કી.રૂ.૧૮,૦૦,૦૦૦/- મળી કુલ કિ. રૂ.૧૯,૩૪,૮૦૦/- ના મુદામાલ સાથે (૧) રાજેશભાઇ રૂડાભાઇ ભુત પટેલ ઉ.પ૧ ધંધો ખેતી રહે. કોઠારીયા (ર) યાજ્ઞીક રાજેશભાઇ ભુત પટેલ ઉ.૩૦ ધંધો વેપાર રહે. કોઠારીયા મુરલીધર પાર્ક રાજકોટ (૩) ગજેન્દ્રભાઇ જેન્તીભાઇ વીરડીયા પટેલ ઉ.૩૩ ધંધો ખેતી રહે. મોટા મહીકા ગામ (૪) દીપકભાઇ સુરેશભાઇ રૂપારેલીયા પટેલ ઉ.૩૦ ધંધો-ખેતી રહે. બીલીયાળા ગામ (પ) જગદીશભાઇ ખોડાભાઇ પરમાર અનુ.જાત ઉ.૩૯ ધંધો મજુરી રહે. કોઠારીયા મેઇન રોડ રાધેશ્યામ સોસાયટી રાજકોટ (૬) મોહનભાઇ દેવજીભાઇ સીધપરા પટેલ ઉ.૬૧ ધંધો ખેતી રહે કોઠારીયા અસોપાવલ સોસાયટી શેરી નં.૩ રાજકોટ(૭) વાલજીભાઇ નાગજીભાઇ ખુંટ પટેલ ઉ.૪૬ ધંધો ખેતી રહે. કોઠારીયા આર્દશ વાટીકા શેરી નં. ર રાજકોટ (૮) વીજય દિનેશભાઇ સાગઠીયા અનુ.જાતી ઉ.૩૦ ધંધો મજુરી રહે કોઠારીયા મેઇન રોડ રાધેશ્યામ સોસાયટી રાજકોટ ઝડપાઇ ગયા હતા.

આ કામગીરી આર.ડી.ચૌહાણ પોલીસ સબ ઇન્સપેકટર કોટડાસાંગાણી તથા હિતેશભાઇ ઉકાભાઇ પરમાર પો.હે.કો. વિશ્વરાજસિંહ વિજયરાજસિંહ જાડેજા, રીઝવાનાભાઇ  બસીરભાઇ સીંજાત, અલ્પેશભાઇ મનસુખભાઇ રાઠોડ, રવીરાજસિંહ જગતસિંહ જાડેજા, અમીભાઇ પાતુભાઇ સુરૂ પો.કોન્સ. એ કરી હતી.

(12:04 pm IST)