Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

વકીલોના પ્રેકટીસ સંબંધી ફોર્મ ભરવાના આદેશ સંદર્ભે રાજકોટ બારના પ્રમુખ બકુલ રાજાણીની કાઉન્સીલમાં રજુઆત

આજની તારીખ સુધીમાં ફોર્મ ભરવા અશકયઃ મુદત વધારવા થયેલ માંગણી

રાજકોટ,તા.૧૦: રાજકોટ બાર એસોસિયેશનના પ્રમુખ બકુલ રાજાણી, સેક્રેટરી જીગ્નેશ જોશી તેમજ ટીમ દ્વારા નિયત ફોર્મમાં માહિતી પૂરી પાડવા યોગ્ય સમય વધારવાની બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સભ્ય દિલીપભાઈ પટેલ ને પત્ર દ્વારા માંગણી કરવામાં આવી હતી. જેના પગલે ૩૦ સપ્ટેબર સુધી ફોર્મ ભરવાની મુદત વધારાઇ હોવાનું જણાવાયું છે.

સુપ્રીમ કોર્ટની ઇ-કમિટી દ્વારા દેશના દરેક પ્રેકિટસિંગ ધારાશાસ્ત્રીઓની વિગતો માંગવામાં આવી છે ત્યારે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પત્ર મુજબ તમામ બાર એસોસિયેશનોએ વોટસઅપ દ્વારા તમામ માહિતી એકત્રિત કરવાની રહેશે અને બધા પ્રેકિટસીંગ ધારાશાસ્ત્રીઓ જેઓ તેમના સંબંધિત બાર એસોસિયેશનના સભ્ય છે તેની તમામ માહિતી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને ઈમેલથી તા. ૧૦/૦૮/૨૦૨૦ સુધીમાં મોકલવાની જાણ કરાઈ છે. પરંતુ કોરોના મહામારી ના આ કપરા સમયમાં કોર્ટ બંધ છે ત્યારે રાજકોટ બાર એસોસિએશનમાં હાલમાં ૩૮૦૦ થી વધુ વકીલશ્રીઓ નોંધાયેલા છે જેમને નિયત ફોર્મ વિશે માહિતી આપવી તે ખુબ જ અઘરૃં છે કારણ કે તમામ વકીલશ્રીઓ પાસે આધુનિક સુવિધા ઉપલબ્ધ ન હોય તેમજ હાલ કોર્ટોમાં લોકડાઉન જેવી પરિસ્થિતિ છે અને ઘણા બધા વકીલશ્રીઓ હાલમાં આ મહામારી ના કારણે હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે અથવા તો પોતે સેલ્ફ કવોરઙ્ખન્ટીન છે અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા જણાવેલ સમયમર્યાદામાં બે દિવસની જાહેર રજા પણ આવે છે તેથી વકીલશ્રી ઓના હિતમાં રાજકોટ બાર એસોસિયેશનના પ્રમુખ બકુલભાઈ રાજાણી, સેક્રેટરી જીગ્નેશભાઈ જોશી તેમજ ટીમ દ્વારા બાર એસોસીએશન ઓફ ઇન્ડિયા ને માહિતી રજુ કરવાની યોગ્ય સમય વધારવાની રજૂઆત કરવામાં આવી તેમજ એક નકલ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સભ્ય દિલીપભાઈ પટેલ ને આપી રજૂઆત કરવામાં આવી છે.

(11:59 am IST)