Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

સમય સાથે તાલ મિલાવોઃ સ્કોલરશીપના સહારે સમાજોપયોગી સંશોધન કરો

- દેશની પ્રખ્યાત IIT માં તથા ICAR-IARI માં બી.ઇ.,બી.ટેક, એમ.ટેક., એગ્રીકલ્ચર એન્જીનીયરીંગ, એમ.એ.સી., ફીઝીકસ, સ્પેસ, મટીરીયોલોજી વિગેરેમાં કવોલિટી રીસર્ચ માટે તથા પોસ્ટ ડોકટરલ ફેલોશીપ

રાજકોટ તા. ૧૦ : ભવિષ્યનું પ્રગતિકારક ભારત તથા સતત પરિવર્તન પામતું વિશ્વ આંખો સામે તરી રહ્યું છે ત્યારે ઉચ્ચ શિક્ષણની સાથે-સાથે કવોલિટી રીસર્ચનું મહત્વ પણ ખૂબજ વધતું જાય છે. ગમતા ક્ષેત્રમાં સંશોધન કરવાનો મોકો મળે અને તેમાં પણ જોઉપયોગી ફેલોશીપ-શિષ્યવૃતિ મળતી હોય તો પછી પૂછવું જ શું? હાલમાં વિવિધ ક્ષેત્રે મળતી સ્કોલરશીપ ઉપર એક નજર કરીએ તો....

-IIT રૂડકી ડીપાર્ટમેન્ટ ઓફ ફીઝીકસ પોસ્ટ ડોકટરલ ફેલોશીપ ર૦ર૦ અંતર્ગત ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી રૂડગીના ફીઝીકસ ડીપાર્ટમેન્ટ દ્વારા પી.એચ.ડી.ધારકોને આ ફેલોશીપ આપવામાં આવે છે. આ ફેલોશીપ સંદર્ભે ઉચ્ચકક્ષાના રીસર્ચસને ''સ્ટડી ઓફ થર્મોસ્ફેરિક એન્ડ મેસોસ્ફેરિક કુલિંગ બાય નાઇટ્રીક ઓકસાઇડ રેડીયેટીવ એમીશન'' પ્રોજેકટ ઉપર કામ કરવાની તક મળશે.

-અરજી કરવા માટેની પાત્રતા

ફીઝીકસ એટમોસ્ટેરિક ફ્રીઝીકસ, સ્પેસ, કમ્પ્યુટેશનલ ફીઝીકસ અથવા તો મટીરીયોલોજીમાં પી.એચ.ડી.થયેલ ઉમેદવાર અથવા તો પી.એચ.ડી.થિસીસ જમા કરાવી દીધા હોય તેવા ઉમેદવારો તારીખ રપ/૮/ર૦ર૦ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે.

પસંદ થનાર ઉમેદવારોને પ્રથમ બે વર્ષ માટે માસિક પપ હજાર રૂપિયા તથા ત્રીજા વર્ષ માટે માસિક ૬૦ હજાર રૂપિયા સ્ટાઇપેન્ડ -માનદ્દવેતન મળવાપાત્ર થશે.

-અરજી કરવા માટેની લીંક  www.b4s.in/akila/TRO7

-IIT ખડગપુર, ડીપાર્ટમેન્ટ

ઓફ ઓશન એન્જીનીયરીંગ એન્ડ નેવલ આર્કીટેકચર જુનિયર રીસર્ચ ફેલોશીપ ર૦ર૦ અંતર્ગત ''કેવિટેશન બલ (ફોર્સ) ડાયનેમિકસ નિયર બિલિટી ટેલર્ડ સર્ફેસ (BNW)'' નામના પ્રોજેકટ ઉપર કાર્ય કરવા માટે IIT ખડગપુર દ્વારા અરજી મંગાવાઇ છે.

-અરજી કરવા માટેની પાત્રતા

બી.ટેક., મિકેનિકલમાં બી.ઇ.ડીગ્રી હોલ્ડર્સ, સિવિલ એન્જીનીયરીંગ તથા ઓશન એન્જીનીયરીંગ ડીગ્રી હોલ્ડર્સ અરજીપાત્ર છે. આપેલ તમામ સ્ટ્રીમમાં માસ્ટર્સ ડીગ્રી હોલ્ડર્સ કે જેઓની ઉંમર ૩પ વર્ષથી ઓછી હોય તેઓ પણ અરજીપાત્ર છે. નેવલ આર્કીટેકચરમાં ફલુઇડ મિકેનિકસ તથા સોલિડ મિકેનિકસમાં સ્પેશ્યલાઇઝેશન પણ માપદંડનો એક ભાગ છે. પસંદ થયેલ ઉમેદવારને માસિક ૩૧ હજાર રૂપિયાનું સ્ટાઇપેન્ડ મળવાપાત્ર થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૮/૮/ર૦ર૦ છે.

-અરજી કરવા માટેની લીંક www.b4s.in/akila/TKG2

- ICAR-IARI સેન્ટર ઓફ વોટર ટેકનોલોજી જુનિયર રીસર્ચ ફેલોશીપ ર૦ર૦ અંતર્ગત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રીસર્ચ (ICAR) અને ઇન્ડિયન એગ્રીકલ્ચર રીસર્ચ ઇન્સ્ટીટયુટ (IARI) દ્વારા માસ્ટર્સ ડીગ્રી હોલ્ડર્સ પાસેથી અરજી મંગાવવામાં આવી છે DST દ્વારા ફંડીંગ કરવામાં આવેલ આ રીસર્ચ ફેલોશીપ સંદર્ભે 'નોર્થ ઇન્ડિયા સેન્ટર ફોર વોટર ટેકનોલોજી રીસર્ચ ઇન એગ્રીકલ્ચર' ઉપર કામ કરવાની તક મળશે.

-અરજી કરવા માટેની પાત્રતા

સોઇલ સાયન્સમાં એમ.ટેક તથા એ.મ.એ.સી.ડીગ્રી હોલ્ડર્સ, સોઇલ એન્ડ વોટર કન્ઝરવેશનમાં એગ્રીકલ્ચરલ એન્જીનીયરીંગ ડીગ્રી ધરાવનાર તથા ઇરીગેશન અને ડ્રેનેજ એન્જીયરીંગ ડીગ્રી હોલ્ડર્સ તારીખ ૧૭/૮/ર૦ર૦ સુધીમાં ઓનલાઇન અરજી ધરી શકે છે. પસંદ થનાર ઉમેદવારને પ્રથમ બે વર્ષ માટે ૩૧ હજાર રૂપિયા અને ઙ્ગ{EO તથા ત્રીજા વર્ષ માટે ૩પ હજાર રૂપિયા અને અન્ય લાભો મળવાપાત્ર થશે.

-અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/ IAR6

સમાજ માટે તથા નવી પેઢીને ઉપયોગી સંશોધન કરવાનો મોકો મળ્યો છે. ત્યારે યોગ્ય લાયકાત, હકારાત્મક અભિગમ, સ્વપ્રયત્ન આત્મવિશ્વાસ તથા ઇશ્વરમાં શ્રદ્ધા રાખીને સ્કોલરશીપ માટે જલ્દીથી અરજી દો. ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની તક આવી છે સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ.

સૌજન્ય

સ્માઇલીંગ સ્ટાર એડવાઇઝરી પ્રા.લી.

www.buddy 4 study.com

info@buddy4study.com

(10:05 am IST)