Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

રાજકોટના ડેમો આસપાસના ૨૮ ગામો સાવચેત કરાયા

ન્યારી-(૧), ન્યારી (૨), આજી (૨) અને લાલપરી તળાવમાં પાણીની આવક થતાં ડેમના હેઠળવાસમાં હરવા-ફરવા ઉપર પ્રતિબંધ

રાજકોટ તા.૧૦: ગઇકાલથી રાજકોટ શહેર ત્થા આસપાસના વિસ્તારમાં પડી રહેતા વરસાદથી રાજકોટ આસપાસના ૪ જળાશયોના હેઠવાસનાં ૨૮ ગામો સાવચેતી કરાયા છે.

આ અંગે સતાવાર યાદીમાં જણાવાયા મુજબ ન્યારી-૨ ડેમ હેઠવાસમાં આવતા ગોકુલપુર,રંગપર,તરઘડી,વિરપુર, પટી-રામપર, બોડી-ઘોડી, પડધરી વગેરે ગામો ત્થા ન્યારી-૧ ડેમ હેઠવાસમાં આવતા ગામો ઇશ્વરીયા, વડ-વાજડી, વાજડીગઢ, વાજડી (વિરડા), હરીપર-પાળ, વેજા ગામ, ખંભાળા, ઢોકરીયા, ન્યારા અને લાલપરી ડેમ (તળાવ) હેઠવાસમાં આવતા ગામો નવા ગામ, બેડી, આજી-૨ ડેમ હેઠવાસમાં આવતા અડબાલકા,બાધી,દહીંસરડા, ડુંગદરકા,ગઢડા,હરીપર, ખંઢેરી, નારણકા, ઉકરડા, સખપર આમ ઉકત ૨૫ ગામોના લોકોને ડેમના હેઠવાસમાં નદીના પટમાં આવન જાવન ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે તેમ મ્યુ.કમિશ્નર બંછાનિધી પાનીએ જાહેર કર્યુ હતુ.

(4:49 pm IST)