Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

પશ્ચિમ રાજકોટમાં ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૩ તળાવો છલકાયા

રાજકોટ, તા. ૧૦ : છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટમાં પડેલા ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ત્રણ તળાવો આજે સવારે ૧૦ કલાકે છલકાયા છે.

૩૬૦ એકરમાં આવેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બાયો સાયન્સ ભવન પાછળ, એમ.બી.એ. ભવનની પાછળ તેમજ યુનિવર્સિટીના દક્ષિણના પ્રવેશદ્વાર પાસે આવેલ તળાવો અગાઉ પડેલા વરસાદમાં થોડુ પાણી આવેલ પરંતુ ગઈકાલથી શરૂ થયેલા ભારે વરસાદને પગલે અવિરત પાણીનો પ્રવાહ તળાવ ભણી થતા સવારે  છલકાયા હતા. તળાવમાં ભરાયેલા પાણી નિહાળવા રાહદારીઓ ઉભા રહ્યા હતા.

(3:23 pm IST)