Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

રાજકોટના નવાગામમાં અમદાવાદ DRIના દરોડાઃ ર કરોડ ૯૦ ની સીગારેટ ઝડપાઇ

૧ની ધરપકડઃ ૧૪ાા લાખની વિદેશી બ્રાન્ડની સિગારેટની માર્કેટ વેલ્યુ ર કરોડ ૯૦ લાખ

રાજકોટ તા. ૯ :.. ચોકકસ બાતમી બાદ ગઇકાલે અમદાવાદ ડીઆરઆઇના અધિકારીઓએ રાજકોટ નવાગામ ખાતે એક ગોડાઉનમાં દરોડો પાડી રૂ. ર કરોડ ૯૦ લાખની સીગારેટ ઝડપી લઇ એકની ધરપકડ કરી હોવાનું બહાર આવ્યું છે.

સુત્રોના ઉમેર્યા પ્રમાણે આ ઝડપી લેવાયેલ વિદેશી બ્રાન્ડની સિગારેટ ૧૪ાા લાખની છે, પણ તેની માર્કેટ વેલ્યુ ર કરોડ ૯૦ લાખ હોવાની અને આ બાબતે ઉમેશ નામના શખ્શની પુછપરછ બાદ અટકાયત કે ધરપકડ કરાયાની ચર્ચા છે, તેના દ્વારા આ સિગારેટનો જથ્થો મંગાવાયાનું બહાર આવ્યું છે.

(3:47 pm IST)