Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

કોર્પોરેશન દ્વારા વોર્ડ નં. ૧૦, ૧૧, ૧૪ અને ૧૬માં વૃક્ષોનું વાવેતર

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ઓગસ્ટ માસમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવે છે. જે અંતર્ગત વન ડે થ્રી વોર્ડમાં વૃક્ષારોપણનો કાર્યક્રમનો શુભારંભ કરાયેલ, જેના અનુસંધાને આજ રોજ વોર્ડ નં-૧૦,૧૧,૧૪અને વોર્ડ નં-૧૬માં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં વોર્ડ નં-૧૦માં એસ.એન.કે સ્કૂલ યુનિવર્સીટી રોડ પાસે, વૃક્ષારોપણ યોજાયો. જેમાં, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મેયર બિનાબેન આચાર્ય, સેનિટેશન સમિતિના ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, યુવા ભાજપના પ્રમુખ સંજયભાઈ વાદર, પુર્વ કોર્પોરેટર પરેશભાઈ હુંબલ, પ્રમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી હરેશભાઈ કાનાણી, પ્રભારી ડો.માધવભાઈ દવે, નરેન્દ્રસિંહ ઠાકુર, બાગ બગીચા અને ગાર્ડન સમિતિના ચેરમેન વિજયાબેન વાછાણી, કોર્પોરેટર જયોત્સનાબેન ટીલાળા, હેલીબેન ત્રિવેદી, કૌશિકભાઈ ધોળકિયા, મહેન્દ્રસિંહભાઈ સરવૈયા, જયસુખભાઈ બારોટ, તેમજ સ્થાનિક કાર્યકરો, રહેવાસીઓ વિગેરે ઉપસ્થિત રહેલ. વોર્ડ નં-૧૧માં નાના મવા રોડ અને મારવાડી બિલ્ડીંગ પાસે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યું. જેમાં, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, મેયર બિનાબેન આચાર્ય, બાગ બગીચા અને ગાર્ડન સમિતિના ચેરમેન વિજયાબેન વાછાણી, પ્રમુખ પ્રવીણભાઈ પાઘડાર, પ્રભારી અશ્વિનભાઈ પાંભર, મહામંત્રી આયદાનભાઈ બોરીચા, સંજયભાઈ દવે, રાજુભાઈ બોરીચા, ચંદ્રકાન્તભાઈ શેઠ, ભુપેન્દ્રભાઈ મોદી, તેમજ સ્થાનિક કાર્યકરો, રહેવાસીઓ, વિગેરે ઉપસ્થિત રહેલ. વોર્ડ નં-૧૪માં આંબેડકર ચોકથી જીલ્લા ગાર્ડન તરફ બાપુ નગર રોડ પાસે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જેમાં, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, પુર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, શહેર પુર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, પ્રમુખ દંડક અજયભાઈ પરમાર, અનીશભાઈ જોષી, મહામંત્રી નરેન્દ્રભાઈ કુબાવત, પવનભાઈ સુતરિયા, પ્રભારી નીલેશભાઈ જલુ, કોર્પોરેટર કિરણબેન સોરઠીયા, વર્ષાબેન રાણપરા, વિપુલભાઈ માખેલા, શૈલેષભાઈ હાપલીયા, કૌશલભાઈ ધામી, રાજુભાઈ ટાંક, ભરતભાઈ સોલંકી,  તેમજ સ્થાનિક સ્થાનિક કાર્યકરો, રહેવાસીઓ, વિગેરે ઉપસ્થિત રહેલ. વોર્ડ નં-૧૬માં માધવ હોલ, કોઠારીયા રોડ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જેમાં, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, રાજકોટ શહેર મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, પ્રમુખ સુરેશભાઈ વસોયા, મહામંત્રી હિરેનભાઈ ગૌસ્વામી, ભાર્ગવભાઈ મ્યાત્રા, પ્રભારી ભુપતભાઈ બોદર, જીણાભાઇ ચાવડા, પવુભા ખાચર, જીતુભાઈ શીશોદીયા, બકુલભાઈ ચોટલિયા, ઉકાભાઈ લાવડિયા, અર્જુનભાઈ ડવ, વિનુભાઈ છૈયા, જોરૂભાઈ બસિયા, દિલીપસિંહ જાડેજા, કંચનબેન સિધ્ધપરા, ચાંદનીબેન ગોંડલીયા, ભરતભાઈ કુબાવત, નિશીતભાઇ અઘેરા, તેમજ સ્થાનિક સ્થાનિક કાર્યકરો, રહેવાસીઓ, વિગેરે ઉપસ્થિત રહેલ.

(4:12 pm IST)