Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

આમ આદમી પાર્ટી દ્વારા માર્ગદર્શક મીટીંગ

શહેરના તમામ વોર્ડમાં પ્રમુખો, પ્રભારીઓ, સંગઠન મહામંત્રી અને મહામંત્રીઓની નિમણુંકો કરાયા બાદ તેઓને માર્ગદર્શન પુરૂ પાડવા આમ આદમી પાર્ટી દ્વારા મધ્યસ્થ કાર્યાલય ખાતે એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં વોર્ડનું સંગઠન કઇ રીતે મજબુત કરવુ, કોરોના મહામારીનો ભોગ બનેલાઓના પરિવારજનોને સાંત્વના આપવા જવુ, વોર્ડમાં ઓકસીજન ટેસ્ટીંગ માટે બુથો ઉભા કરવા, લોકોને લેબોરેટરી રીપોર્ટસની બાબતમાં મદદરૂપ બનવા રાહતદરના કુપન કાઢી આપવા સહીતની કામગીરી હાથ ધરવા ચર્ચા વિચારણાઓ કરાઇ હતી. આ બેઠકમાં શહેર પ્રમુખ શિવલાલ પટેલ, સંગઠન મહામંત્રી રાહુલભાઇ પંડયા, મહામંત્રી સંજયસિંહ વાઘેલા, પ્રવકતા મનીષભાઇ ગઢવીએ માર્ગદર્શન પુરૂ પાડેલ. ઝોન પ્રભારીઓ વિપુલભાઇ તેરૈયા, અનિલભાઇ પટેલ, રાકેશભાઇ સોરઠીયા, મંત્રી મુન્નાભાઇ ગઢવી, રમણભાઇ બાબરીયા, રમેશભાઇ ગોજારીયા વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.

(3:36 pm IST)