Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

મિત્રના પૈસાની ઉઘરાણી પ્રશ્ને બે શખ્સોએ વેપારી વિજયભાઇને છરી ઝીંકી : એટ્રોસીટી

રોહીદાસપરામાં બનાવ : રઇશ ખાટકી અને ફારૂક ઉર્ફે કાળુ ખાટકી સામે ગુનો

રાજકોટ તા. ૧૦ : કુવાડવા રોડ રણછોડદાસબાપુના આશ્રમ પાસે રોહીદાસપરામાં રહેતા ભંગારના વેપારીને બે શખ્સોએ મીત્રના પૈસાની ઉઘરાણી કરી ઝઘડો કરી છરી વડે હુમલો કરતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રણછોડદાસ બાપુના આશ્રમ પાસે રોહીદાસપરા શેરી નં. ૬માં રહેતા અને ભંગારનો ડેલો ધરાવતા વિજયભાઇ દીપકભાઇ ચુડાસમા (ઉ.૨૩)એ થોડા સમય પહેલા મિત્ર પાસે ઉછીના પૈસા લીધેલ હોઇ, તેથી ગઇકાલે તે પોતાના ઘર પાસે હતા ત્યારે નવી મસ્જીદ પાસે ખાટકીવાસમાં રહેતો રહશ મહંમદભાઇ ખાટકી અને નવાગામમાં રહેતો ફારૂક ઉર્ફે કાળુ ઇસલો ખાટકી બંને શખ્સો તેની પાસે આવી મિત્રએ આપેલા પૈસાની ઉઘરાણી કરી ઝઘડો કરી જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરી ઉશ્કેરાઇને બંને શખ્સોએ વિજયભાઇને બેઠકના ભાગે ડાબી બાજુ અને જમણી બાજુ સાથળના ભાગે છરીના બે ઘા ઝીંકી દીધા હતા. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા બંને શખ્સો વિજયભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા. બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ બનાવ અંગે બી-ડીવીઝન પોલીસે વિજયભાઇ ચુડાસમાની ફરિયાદ પરથી રઇશ ખાટકી અને ફારૂક ઉર્ફે કાળુ વિરૂધ્ધ એટ્રોસીટી એકટની કલમ હેઠળ ગુનો દાખલ કરી એસટીએસસી સેલના એસીપી એસ.ડી.પટેલે તપાસ હાથ ધરી છે.

(3:11 pm IST)