Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

રાજકોટ ડેરી એસો. માલધારીઓની પડખે : કાલથી દુધના ખરીદ ભાવમાં વધારો જાહેર કર્યો

કિલોફેટ ૦.૨૦ પૈસા વધારો : દુધનો ખરીદભાવ રૂ. ૭.૨૦ પ્રતિ કિલો ફેટ

રાજકોટ,તા. ૧૦ : રાજકોટ ડેરી મરચન્ટ એસોસીએશનના પ્રમુખ શ્રી વી.પી.વૈષ્ણવની યાદી જણાવે છે કે અમારા એસોસીએશન દ્વારા રાજકોટમાં ખાનગી ડેરીઓ જે દૂધનું વેચાણ કરી રહી છે તે ગુજરાતમાં વેંચાણમાં નંબર -૧ છે. જેનુ કારણ માત્ર દૂધની શુધ્ધ તેમજ સાત્વીક કવોલીટી છે. જે રાજકોટની આમ પ્રજાએ વધાવી લીધેલ છે.

સાથો સાથ દુધનાં ખરીદભાવમાં પણ અમો આશરે રૂ. ૩ આપવાનો વધારે ભાવ આપતા હોઇએ છીએ. હાલમાં વરસાદ ખેંચવાના કારણે માલધારી સમાજ મુશ્કેલીમાં હોય તેમજ ઘાસચારાના ભાવને ધ્યાને રાખી તા. ૧૧/૭/૨૦૨૧થી અમોએ દૂધના ખરીદભાવમાં કીલોફેટ ૦.૨૦ પૈસાનો વધારો કરેલ છે. જેથી તા. ૧૧/૭/૨૦૨૧થી દુધનો ખરીદભાવ રૂ. ૭.૨૦ પ્રતિ કિલોફેટે મુજબ નક્કી કરેલ છે. જેથી માલધારીઓને કપરી પરિસ્થિતીમાં ઘણી બધી રાહત થશે એવુ અમારૂ માનવુ છે. તો અમારા તમામ સભાસદો આની નોંધ લઇ ઘટતુ કરવા અરજ છે. તેમ યાદીના અંતે જણાવાયું છે.

(3:08 pm IST)