Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

સોમાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધઃ પ્રમુખ તથા ૨૫ કારોબારી સભ્યોની થશે ચૂંટણી

ચૂંટણી અધિકારીએ બહાર પાડ્યું જાહેરનામું: મતદાર યાદી પ્રસિધ્ધઃ ૧-૮ થી ૧૭-૮ સુધીમાં ઉમેદવારી પત્રો ભરી શકાશેઃ ૧૮-૮ના રોજ ચકાસણીઃ ઉમેદવારીની અંતિમ યાદી ૨૮-૮ના રોજ બહાર પડશે : મત ગણતરી ૨૧-૯ ના રોજ થશેઃ ચુંટણી માટે કુલ ૧૨૯ મતદારોઃ ૩૧-૧ -૨૦૧૯ સ્થિતીએ જે મતદારો હશે તે મતદાન કરી શકશેઃ ચુંટણી બેલેટ મત પત્ર પધ્ધતિ દ્વારા મોકલવામાં આવેલ રજીસ્ટર્ડ પોસ્ટ એ. ડી.વાળા મતપત્રોથી થશે

રાજકોટ,તા.૧૦: સૌરાષ્ટ્રની વગદાર એવી સૌરાષ્ટ્ર ઓઇલ મિલ્સ એસીસીએશન 'સોમા'ના પ્રમુખ અને કારોબારી સભ્યોની ચુંટણી અંગેનું જાહેરનામું ચુંટણી અધિકારી અને સીનીયર કલાર્ક જાહેર ટ્રસ્ટોની નોંધણી  કચેરી, જામનગર દ્વારા આજે બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે ૧૦-૭-૨૦૨૦ ના રોજ સવારે ૧૧ કલાકે સંસ્થાની કચરે ખાતે પ્રાથમિક મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. અંતિમ યાદી ૨૫ ના રોજ પ્રસિધ્ધ થશે. જ્યારે ઉમેદવારોની અંતિમ યાદી ૨૮-૮ના રોજ સવારે ૧૧ કલાકે રોજ પ્રસિધ્ધ થશે. પોસ્ટલ બેલેટ સભ્યોને મોકલવાનો સમયગાળો ૨૯-૮ થી ૫-૯ ૨૦૨૦ સુધીનો રહેશે. મતગણતરીની તા. ૨૧-૯ ના રોજ સવારે ૧૧ કલાકે કરવામાં આવશે તેમ ચુંટણી અધિકારીએ જણાવ્યું છે.

આ ચુંટણી માટે ૩૧-૧-૨૦૧૯ ના પહેલા સભ્ય ફી ભરેલ હોય એવા સામાન્ગ સભ્યોને ચુંટણી પ્રક્રિયા માટે લાયક ગણવાના રહેશે. એસોસીએટસ સભ્યોની ચુંટણી માટેની ૩૧-૧-૨૦૧૯ની સ્થિતીવાળી મતદાર યાદીમાં સમાવેશ કરાયો નથી. જામનગર જીલ્લાના ૨૬, રાજકોટ જીલ્લાના ૫૧, જૂનાગઢ જિલ્લાના ૨૮, ભાવનગર-અમરેલી જીલ્લામાંથી ૧૭ જ્યારે સુરેન્દ્રનગર, કચ્છ અને ગુજરાતમાંથી ૭ સહિત કુલ ૧૨૯ સભ્યો ૨૩ બેઠકો માટે મતદાર કરી શકશે. આ એસોસીએશનમાં કુસ ૨૫ સભ્યો રહેશે. આ એસોસીએશનમાં સને ૧૯૮૩ના વર્ષથી પ્રમુખ સિવાય કુલ ૨૫ સભ્યો રહેશે. જેમાં જામનગર જીલ્લાના ૭, રાજકોટ જીલ્લાના ૭, જૂનાગઢ જીલ્લાના ૭, ભાવનગર -અમરેલી જીલ્લામાંથી ૧, સુરેન્દ્રનગર કચ્છ ગુજરાતમાંથી ૧ તથા પ્રમુખશ્રીને મેમોરેન્ડમ ઓફ આર્ટીકલ્સની કલમ-૯ હેઠળ નિમેલા ૨ મળી કુલ ૨૫ સભ્યો થશે. પ્રમુખશ્રી સહિત કારોબારી સમિતિની સભ્ય સંખ્યા ૨૬ની રહેશે એ જોગવાય હાલ અમલમાં છે.

પ્રમુખશ્રીની ઉમેદવારી

આ સંસ્થાના પ્રમુખશ્રીની ઉમેદવારી તા. ૩૧/૧/૨૦૧૯ પહેલા સભ્ય ફી ભરેલ હોય એવા નોંધાયેલ આ સંસ્થાના મતદારયાદી મુજબના સભ્યોમાંથી કોઇ પણ સભ્ય કરી શકશે. જેમાં આ સાથે મોકલવામાં આવેલ નિયત નમુનાનું ફોર્મ તેની સંપૂર્ણ વિગતો સાથે નિયત થયેલ સમય મર્યાદામાં મળી જાય એ રીતે પહોંચવાડવાનું રહેશે.

 આ નિયત નમુનાના ફોર્મમાં પ્રમુખશ્રી તરીકે ઉમેદવારી નોંધાવનાર વ્યકિતએ મતદાર યાદીમાં નોંધાયેલ સભ્યો પૈકી કોઇ પણ એક સભ્ય ઉમેદવારની દરખાસ્ત મુકનાર તથા કોઇ પણ એક સભ્ય ઉમેદવારની દરખાસ્ત ટેકો આપનાર તરીકે જોઇએ. નિયમ થયેલ સમય મર્યાદા બહાર મળેલ ફોર્મ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.

કારોબારી સભ્યની ઉમેદવારી

દરેક જીલ્લાના પ્રતિનિધીઓની કારોબારી સમિતિના સભ્ય તરીકેની ચુંટણી જે તે સભ્યોએ પોતાના નામ જે જિલ્લામાં રજીસ્ટર્ડ કરાવેલા હશે તેમાંથી જ ચુંટાઇ શકશે.

ઉમેદવારી ફોર્મ પરત ખેચવા અંગે

આ ચુંટણી માટે ઉમેદવારી નોંધાવનાર અને લાયક ઠરેક ઉમેદવાર પૈકી કોઇ ઉમેદવાર જો પોતાનું ફોર્મ પરત ખેંચવા માંગે તો તે ઉમેદવાર રૂબરૂ આવી લેખીતમાં અરજી કરી પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેચી શકે છે. પ્રમુખશ્રી તથા કારોબારી સભ્ય પૈકી કોઇ પણ ઉમેદવાર પોતાનું ફોર્મ પરત ખેચી શકે છે.

ઉમેદવારોના નામની આખરી પ્રસિધ્ધી

ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ ઉમેદવારોના નામની આખરી પ્રસિધ્ધી કરવામાં આવશે અને આવા લાયક ઉમેદવારો વચ્ચે પ્રમુખશ્રી તથા કારોબારી સભ્યોની ચુંટણી બેલેટ મતપત્રો દ્વારા કરવામાં આવશે.

ઉમેદવારોની હાજરીમાં મતપેટી સીલ કરવા અંગે

આ સમગ્ર ચુંટણી બેલેટ મતપત્ર પધ્ધિતી દ્વારા દરેક મતદારને મોકલવામાં આવેલ રજીસ્ટર્ડ પોસ્ટ એ.ડી. વાળા મતપત્રોથી કરવામાં આવશે. આથી પોસ્ટમાં મળેલા મતપત્રકો રાખવા માટે એક સીલબંધ મતપેટી રાખવામાં આવશે. આ મતપેટી તમામ હાજર રહેલ ઉમેદવારોન સામે તેમની સહી મેળવી સીલ કરવામાં આવશે. ત્યારબાદ પોસ્ટમાં મળતા તમામ મતપત્રકોના સીલબંધ કવરો આ મતપેટીમાં રાખવામાં આવશે. અને આ મતપેટી મતગણતરી તા. ૨૧/૯/૨૦૨૦ના સવારે ૧૧ કલાકે ખોલવામાં આવશે. આ મતપેટી સંસ્થાની ઓફીસે રાખવામાં આવશે. તથા તેની ઉપર સંસ્થાના કર્મચારીશ્રી સતીશભાઇ માંડલીયાએ દેખરેખ રાખવાની રહેશે. કોઇ પણ સંજોગોમાં આ મતપેટી મતગણતરી તા. ૨૧/૯/૨૦૨૦ના સવારે ૧૧ કલાકે પહેલા ખોલવામાં આવશે નહી.

આ ચુંટણી માટે સભ્ય દીઠ એક જ ઉમેદવારીપત્ર ભરી શકાશે. ઉદાહરણ તરીકે કોઇ એક મીલના મતદારયાદીમાં બે અધિકૃત પ્રતિનિધિઓ દર્શાવવામાં આવેલ હોય તો આ બંને અધિકૃત પ્રતિનિધીઓ અલગ અલગ ફોર્મ ભરી શકશે નહીં.સભ્ય દીઠ એક જ ઉમેદવારીપત્ર ભરી શકાશે.

એક જ ઉમેદવારની પ્રમુખ તથા કારોબારી બંનેના ઉમેદવારી નહીં

ટ્રસ્ટના આર્ટીકલ ઓફ એસોશીએશની કલમ-૧૨ મુજબ કોઇ પણ વ્યકતિ કે જે પ્રમુખ તરીકે અગર તો જે તે જીલ્લાના પ્રતિનિધિ તરીકે કારોબારી કમીટીના સભ્યપદ માટે ઉમેદવારી કરી શકાશે નહીં સિવાય કે આવા ઉમેદવારી કરતા સભ્યે પોતાની સંમતી અગાઉથી આપી હોય અને ૈઉમેદવારીપત્ર જેનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય.

ચુંટણી અંગેની પધ્ધતી

આ સમગ્ર ચુંટણી બેલેટ મતપત્ર પધ્ધતી દ્વારા મોકલવામાં આવેલ રજીસ્ટર્ડ પોસ્ટ એ.ડી.વાળા મતપત્રોથી કરવામાં આવશે. જેમાં પ્રમુખશ્રી માટે મતપત્રક 'અ' તથા કારોબારી સભ્ય માટે મતપત્રક 'બ' એ મુજબના મતપત્રકો મોકલવામાં આવશે. આ મતપત્રકો મતદાર યાદીમાં નોધાયેલ તમામ મતદારોને રજીસ્ટર્ડ પોસ્ટ એ.ડી.થી મોકલવામાં આવશે. આ પોસ્ટલ મતપત્રો જે તે મતદારને મળી ગયા પછી તેમણે પોતાને મત જે ઉમેદવારને આપવા માંગતા હોય તે ઉમેદવારના નામની સામ () ની નિશાની કરવાની રહેશે.

જેમાં તમામ મતદારોએ પ્રમુખશ્રી માટે એક મત આપવાનો રહેશે

કારોબારી સમિતિ માટે જેતે જીલ્લાને જેટલી ફાળવણી કરી હોય તેટલા મતના અધિકારનો ઉપયોગ કરવો ફરજીયાત રહેશે એટલે કે કારોબારી સમિતિ માટે જામનગર જીલ્લામાંથી નોંધાયેલ સભ્યોએ-૭, રાજકોટ જીલ્લામાંથી નોંધાયેલ સભ્યોએ -૭, જૂનાગઢ જીલ્લામાંથી નોંધાયેલ સભ્યોએ -૭, ભાવનગર -અમરેલી જીલ્લામાંથી નોંધાયેલ સભ્યોએ -૭ તથા સુરેન્દ્રનગર -કચ્છ-ગુજરાત જીલ્લામાંથી નોંધાયેલ સભ્યોએ -૧એ મુજબ મત આપવાનો રહેશે.

મતપત્રકોમાં () નિશાની કર્યા બાદ આ બંને મતપત્રકો (પ્રમુખશ્રી મતપત્ર 'અ' તથા કારોબારી સભ્ય માટે મતપત્રક 'બ') સાથે આપવામાં આવેલ ટીકીટ તથા સરનામા વાળા કવરમાં મુકી સીલ કરી રજીસ્ટર્ડ પોસ્ટ મારફતે અથવા રૂબરૂ મતગણતરી તા. ૨૧/૯/૨૦૨૦ના સવારે ૧૧ કલાકે પહેલા મળી જાય એ રીતે પહોંચાડવાના રહેશે.

મતગણતરી તા. ૨૧/૯/૨૦૨૦ના સવારે ૧૧ કલાકે કરવામાં આવશે. આથી આ સમય સુધીમાં પહોંચેલા મતપત્રકો ગ્રાહ્ય રાખવામાં આવશે. સમય બાદ મળેલા મતપત્રો ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.મતગણતરી શરૂ થયા બાદ આવેલા બેલેટના કવરો ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. મતદારો દ્વારા પહોંચાડવામાં આવતા મતપત્રકોના સીલબંધ કવરો સીલબંધ મતપેટીમાં રાખવામાં આવશે અને આ સીલબંધ મતપેટી મતગણતરી તા. ૨૧/૯/૨૦૨૦ ના સવારે ૧૧ કલાકે તમામ ઉમેદવારોની સામે ખોલવામાં આવશે.

ચુંટણી પરીણામની જાહેરાત

આ સમગ્ર ચુંટણીમાં મતગણતરી તા. ૨૧/૯/૨૦૨૦ ના સવારે ૧૧ કલાકે પહેલા મળેલા મતપત્રોની ગણતરી કરી પ્રમુખશ્રી તથા જીલ્લા મુજબની કારોબારી સમિતિમાં વિજેતા થયેલા ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવશે.

આ સમગ્ર ચુંટણી સમયુ જુદા જુદા તબકકે કોઇ પણ પ્રવર્તમાન સમયે કોરોના વાયરસ, કોવિડ-૧૯ની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને તમામે ફરજીયાત માસ્ક પહેરીને આવવાનું રહેશે. તથા સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે તમામ હાજર લોકોએ પાલન કરવાનું રહેશે તથા ભવિષ્યમાં સરકારશ્રી દ્વારા આ અંગે બહાર પાડવામાં આવતી ગાઇડલાઇનનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

(3:34 pm IST)