Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

રાજકોટમાં બપોરે ૧ વાગે જોરદાર ઝાપટુ વરસી ગયા બાદ વાદળછાયુ વાતાવરણ

રાજકોટઃ હાલમાં તો ભારે વરસાદની કોઇ સંભાવના નથી સીવાય કે લોકલ વાદળોનો વરસાદ વરસી જાય દરમિયાન આજે બપોરે રાજકોટ શહેરમાં જોરદાર ઝાપટુ વરસી ગયું હતુ. બપોરે એકાદ વાગ્યાની આસપાસ શહેરના અકિલા પ્રેસ નજીક, રૈયા ચોકડી, યુનિવસીર્ટી રોડ, સોની બજાર, બજરંગવાડી, મવડી, જીઆઇડીસી મેટોડા, કાલાવડ રોડ સહિત અનેક વિસ્તારો જોરદાર ઝાપટુ વરસી ગયું હતુ. દરમિયાન આ લખાય છે ત્યારે બપોરે બે વાગ્યે વરસાદ થંભી ગયો છે. વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહયું છે.

(3:29 pm IST)