Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

દસ્તાવેજ નોંધણીની ઓનલાઇન એપોઇમેન્ટ અંગેના પરિપત્રની વકીલોએ હોળી કરી

જીલ્લા નોંધણી કચેરી ખાતે રેવન્યુ બાર એસો.ના વકીલો દ્વારા ઉગ્ર વિરોધઃ પરિપત્રની હોળી કરી સુત્રોચ્ચાર કરાયાઃ તઘલખી-મનઘડત પરિપત્રના કારણે વકીલો, લોકોને ઉભી થયેલ મુશ્કેલી નિવારવા રજુઆત

રાજકોટ તા.૧૦ : રાજકોટ રેવન્યુ બાર એસો. દ્વારા આજે જિલ્લા નોંધણી ભવન ખાતે દસ્તાવેજ નોંધણી માટે ઓનલાઇન એપોઇમેન્ટ શેડયુલર અંગે બહાર પાડવામાં આવેલ તઘલખી પરીપત્રની હોળી કરીને આ મનઘડત  તઘલખી પરિપત્રને રદ કરવા માંગણી કરીને વકીલોએ સુત્રોચ્ચાર કર્યા હતા.

માર્ચ-ર૦ર૦ના કોરોના સંક્રમણ અન્વે ગાંધીનગર સ્થિતિ નોંધણી સર નિરીક્ષક કચેરી દ્વારા કોરોના નામે લોકોને મુશ્કેલી ઉભી કરવા માટે આવા અધિકારીઓ દ્વારા પરીપત્રોના નામે દરરોજ નિતનવા ફતવાઓ બહાર પાડી લોકોનું  જે કામ સરળતાથી થતુ તે કામને અઘરૂ બનાવી જાણી જોઇને લોકોને પરેશાન કરવા અને આમ જનતાને મુશ્કેલી પડે તેવી કામગીરી કરી રહયા છે અને આમ જનતામાં સરકાર સામે વિરોધનો વંટોળ ફંકાય તે પ્રકારના નિતનવા પરીપત્રોથી સરકારના અમલદારો ઘરની ધોરાજી ચલાવી મનઘડત નિર્ણયો લ્યે છે. દસ્તાાવેજ નોંધણીની પ્રક્રિયા માટે ફરજીયાત ''ઓનલાઇન એપોઇન્ટમેન્ટ'' લેવાની રહે છે, તેમજ ઇન્ડેક્ષ ખરીનકલ, સર્ચ, દસ્તાવેજ  જેવી કાર્યવાહી ફરજીયાત ઓનલાઇન કરવામાં આવેલ છે. ભારતીય બંધારણની કલમ ૧૪ની વિરૂધ્ધ પરિપત્રો બહારપાાડી લોકોને બાનમાં રાખતા નોંધણી નિરીક્ષ્કની કચેરીના જવાબદાર અધિકારી દ્વારા તા.૪-૭-ર૦ના રોજ બહાર પાડેલ આ પરિપત્રમાં જણાવ્યા અનુસાર ''ઓનલાઇન એપોઇન્ટમેન્ટ શેડયુલર'' ફેરફાર કરવાના પરીપત્રના કારણે આમ જનતાને ખુબ જ મુશ્કેલીઓ વેઠવી પડે અને સમયનો વ્યય થાય તેમ હોય જેથી તે રદ કરવાને પાત્ર છે.

વકીલશ્રીઓ તથા આમ જનતાને સબ - રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી માટેની કાર્યવાહી ઓનલાઇન કરવાની રહે છે. જે દસ્તાવેજ નોંધણી માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ અંગે તા.રપ-૦૬-ર૦ર૦ના રોજ નોંધણી નિરીક્ષક, મોરબીના પત્ર ક્રમાંક વહટ/નોંધણી/ રજુઆત / ૬૩૩ / ર૦ર૦ના અનુસંધાને માત્ર મોરબી શહેર અને જીલ્લાની રજુઆતો ધ્યાને લઇ નોંધણી સર નિરીક્ષક, ગાંધીનગરએ સમગ્ર ગુજરાતને લાગુ પડતો બેબુનીયાદી તઘલખી  પરીપત્ર બહાર પાડી પ્રજાને ત્રાહીમામ કરતો પરીપત્ર ઠોકી બેસાડવામાં આવેલ છે. માત્ર જયારે મોરબીની ફરીયાદ હોય ત્યારે ત્યાં ફેરફાર કરવાના બદલે સમગ્ર ગુજરાત રાજયમાં આ પરીપત્ર લાગુ કરીને આમ જનતાને બાનમાં લીધેલ છે.

લોકડાઉનની સ્થિતિને ધ્યાને લઇ સમગ્ર ગુજરાતમાં સમય અને તારીખ આપવામાં આવે ત્યારે દસ્તાવેજ નોંધણીની કાર્યવાહી થતી, જયારે કોઇ અરજદાર અને વકીલશ્રીએ આપેલ તારીખ કે સમય અનુકુ ન હોય તો ફરીથી એપોઇન્ટમેન્ટ  લઇ શકતા હતા, તેને બદલે ફકત મોરબીની ફરીયાદીના કારણે એપોઇન્ટમેન્ટના સમય અને તારીખ બદલવા ઇચ્છતા અરજદારને અરજી સાથે વ્યાજબી કારણો સહિત દસ્તાવેજની વિગત વિગેરે દર્શાવતા મેઇલ કરવાનો રહેશે. તેમજ આવી અરજી કરતી વેળાએ એપોઇન્ટમેન્ટ શેડયુલરની નકલ, દસ્તાવેજના પ્રથમ પેઇજની નકલ, ઓળખપત્રની નકલ વિગેરે મોકલવાના રહેશે આવા આ તા.૪-૭-ર૦ર૦ના તઘલખી પરીપત્રથી ગુજરાતમાં ખળભળાટ મચી ગયેલ છે.

આવા તઘલખી પરીપત્રોથી સરકારની ઇમેજ ખરડાઇ રહેલ છે અને આવા પરીપત્રોની સામે સમગ્ર ગુજરાતમાં અરજદારો તથા વકીલશ્રીઓ દ્વારા આ કાળા કાયદાનો વિરોધ કરવમાંઅ ાવેલ છે, અને આજ રોજ રાજકોટ રેવન્યુ બાર એસોસીએશન દ્વારા આવા મનઘડત તઘલખી પરીપત્રોની હોળી કરવામાં આવેલ છે. આ પરીપત્ર તાત્કાલીક અસરથી રદ કરો જોઇએ. તેવી વકીલોએ માંગણી કરી છે.

ઉપરોકત વિષયે યોગ્ય કાર્યવાહી થાય અને હકારાત્મક નિર્ણય લેવામાં આવે તે ખુબ જ જરૂરી છે, જો આ અંગે યોગ્ય નિર્ણય તાત્કાલીક કરવામાંં નહી આવે તો આગામી દિવસોમાં આવા પરીપત્રો બાબતે જલદ કાર્યક્રમો આપી અને દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા બંધ રાખવાનું એલાન કરવામાં આવશે.

તેમ વકીલોએ જણાવ્યું હતું. આ પરીપત્રની હોળીના કાર્યક્રમમાં બાર. કાઉ. ઓફ ઇન્ડીયાના મેમ્બર  દિલીપભાઇ પટેલ, રેવન્યુ બાર.ના પ્રમુખ સી.એચ.પટેલ, જયેશ બોઘરા, નૈમિષ પટેલ, દિનેશ દવે, વિરેન  વ્યાસ, મુકેશ કેસરીયા, રાજેશ મહેતા, કલ્પેશ નસીત વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. 

(3:29 pm IST)