Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

૨૨૫ સ્થળોએ મચ્છરના પોરા મળતા નોટીસ કુલ ૩૯,૪૦૦નો દંડ

ડેન્ગ્યુ અટકાવવા મચ્છરો શોધવા નિકળતુ તંત્ર : ૫૫ બાંધકામ સાઇટ, ૧૭ સરકારી કચેરી, ૧૫ પેટ્રોલ પંપ, ૧૮ હોસ્પિટલ, ૨૭ કોમ્પલેક્ષ, ૨૭ કારખાના, ૧૫ ભંગારના ડેલા, ૩૧ સ્કુલોમાં મ્યુ. કોર્પોરેશનનું ચેકીંગ

રાજકોટ તા. ૧૦ : હાલ વરસાદી ઋતુને કારણે ઘરની અંદર તથા અગાસી, છજજા તથા સેલર સહિત વગેરે જગ્યાઓમાં પાણીનો જમાવડો થાય છે. જેમાં ડેન્ગ્યુ ફેલાવતા એડિસ ઇજીપ્તી મચ્છરની ઉત્૫તિ થાય છે. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે રહેણાંક ઉ૫રાંત બાંધકામ સાઇટ, સરકારી કચેરી, પેટ્રોલ પં૫, હોસ્પિટલ વગેરે જેવી પ્રિમાઇસીસોમાં મચ્છર ઉત્૫તિ સબબ ચેકીંગ અભિયાન હાથ ધરવામાં આવેલ છે. તેમ મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે.

ચાલુ સપ્તાહ દરમ્યાન ૧૮ વોર્ડની ૧૪૩ ટીમો દ્વારા ૮૬,૯૫૩ ઘરોમાં મચ્છર ઉત્પતિ સબબ મુલાકાત કરવામાં આવેલ, જેમાં ૩,૧૨,૫૬૭ પાણી ભરેલ પાત્રો તપાસતા ૧૨,૧૫૫ પાત્રોમાં મચ્છરના પોરા મળી આવેલ, જેને ખાલી કરાવી અથવા તો તેમાં પોરાનાશક દવા નાખી પોરાનો નાશ કરવામાં આવેલ. આ સાથે ૫૫ બાંધકામ સાઇટ, ૧૭ સરકારી કચેરી, ૧૫ પેટ્રોલ પં૫, ૧૮ હોસ્પિટલ, ૨૭ કોમ્પ્લેક્ષ, ૨૭ ઇન્ડસ્ટ્રીઝ, ૧૫ ભંગારના ડેલ, ૩૧ શાળાનો ૫ણ મચ્છર ઉત્પતિ સબબ મુલાકાત કરવામાં આવેલ, જેમાં મચ્છરના પોરા જોવા મળેતા ૨૨૫ નોટીસ તથા ૩૯,૪૦૦ વહિવટી ચાર્જની વસુલાત કરવામાં આવેલ.

વરસાદ બંધ થયા બાદ રોડની સાઇડ, ખાલી પ્લોટ તથા મેદાનમાં જમા રહેતા વરસાદી પાણીમાં બી.ટી.આઇ. દવા તથા બળેલ ઓઇલનો છંટકાવ કરવામાં આવેલ છે. જેમાં ૨૮૩ નાના મોટા ખાડા / ખાબોચીયામાં દવા છંટકાવ કરવામાં આવેલ છે.

ડેન્ગ્યુ રોગ અટકાયત માટે લોકોએ સ્વયં જાગૃત થવાની જરૂર છે. ડેન્ગ્યુ ફેલાવતા એડીસ ઇજીપ્તી મચ્છરના પોરા ઘરની અંદર પાણી ભરવામાં આવતા પાત્રો અથવા તો વરસાદી પાણી જમા થતા પાત્રોમાં જ જોવા મળે છે. આથી લોકોએ સ્વયં પોતાના ઘર પ્રિમાઇસીસની ચકાસણી કરી આવા મચ્છરના પોરા ન થાય તે માટે તકેદારી રાખવી જોઇએ.

મચ્છરોની ઉત્પતી અટકાવવા આટલું જરૂર કરો

.  ૫ક્ષીકુંજને દરરોજ ખાલી કરીને ઘસીને સાફ કરી ફરી ઉ૫યોગમાં લેવું,

.  નળની કુંડીમાં પાણી ગયા બાદ ખાલી કરીને કોરી કરવી.

.  છોડના કુંડામાં જમા રહેતા પાણીને ખાલી કરવું,

.  અગાસી કે છજજામાં કોઇ ૫ણ પ્રકારનો ભંગાર, ઉ૫યોગી કે બીનઉ૫યોગી વસ્તુઓ કે જેમાં વરસાદી પાણી જમા થતું હોય તેનો તાત્કાલિક  નીકાલ કરવો.

.  પાણી ભરેલ ટાંકી, બેલર કે કેરબાને હવાચુસ્ત ઢાંકણથી બંઘ રાખવા.

.        અગાસી કે છજજામાં વરસાદી પાણી ભરાઇ તો પાણીનો નીકાલ કરવો.

(3:01 pm IST)