Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

રેલનગરના ગરાસીયા યુવાનની ચકચારી હત્યા કેસમાં આરોપીની વચગાળાની જામીન અરજી ફગાવી દેવાઇ

રાજકોટ તા. ૧૦ : અત્રે રેલનગરમાં ગરાસીયા યુવાનની થયેલ ચકચારી હત્યાના કેસના આરોપી અજયસિંહ વાળાની વચગાળાની જામીન અરજીને સેસન્સ કોર્ટે રદ્દ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, રેલનગરમાં ગરાસીયા યુવાનની ચકચારી હત્યા કેસમાં સેસન્સ કોર્ટે માનવતાની જામીન અરજી અદાલતે નકારી કાઢી છે.

વધુ વિગત મુજબ શહેરના રેલનગરમાં ગત તા. ૨૯-૧૨-૧૭ના રોજ જયરાજસિંહ ભુપતસિંહ જાડેજા નામના યુવાન પુનિતનગર પાસે એરપોર્ટની દિવાલ પાસેથી બાઇક લઇને પસાર થતા હતા ત્યારે પુનિતનગરમાં રહેતા અજયસિંહ વાળા સાથે વાહન અથડાતા જે બાબતે બન્ને યુવાનો વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીમાં ઉશ્કેરાયેલા ત્યારે ભાઇ ઋતુરાજસિંહની નજર સામે જયરાજસિંહની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા નિપજાવ્યાની ભાઇ ઋતુરાજસિંહની ફરીયાદ પરથી અજયસિંહ વાળા સહિતના શખ્સો સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

પોલીસે અજયસિંહ વાળાની ધરપકડ તપાસ પૂર્ણ થતાં જેલ હવાલે કર્યા હતા. હાલ લાંબા સમયથી જેલમાં રહેલા અજયસિંહ વાળાએ કોરોનાની બિમારી સંદર્ભે વચગાળાની જામીન અરજી સેસનસ કોર્ટમાં કરતા જેમાં બન્ને પક્ષોની રજુઆત બાદ સરકારી વકીલ અને ફરીયાદ પક્ષની લેખીત મૌખિક દલીલ ધ્યાને લઇ સેસન્સ કોર્ટે અજયસિંહ વાળાની વચગાળાની જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે.

આ કેસમાં સરકાર પક્ષે એ.પી.પી. કમલેશભાઇઙ્ગ ડોડીયા અને મૃત ફરીયાદીના એડવોકેટઙ્ગ તરીકે રૂપરાજસિંહ પરમાર, અજીતભાઇ પરમાર અને ભરતભાઇ સોમાણી રોકાયેલા છે.

(2:42 pm IST)