Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

આઠ વર્ષની બાળકી ઉપરના બળાત્કાર કેસમાં એસ.કે.વોરાની સ્પે. પી.પી. તરીકે નિમણુંક

રાજકોટ તા.૧૦ :  નવરાત્રી દરમિયાન ૮ વર્ષની બાળકી ઉપર થયેલ બળત્કાર કેસમાં જિલ્લા સરકારી વકીલ શ્રી એસ.કે. વોરાની સ્પે. પી. પી. તરીકે નિમણુંક રાજય સરકારે નિમણુંક  કરી છે.

ગઇ નવરાત્રી દરમિયાન તા.૧૯-૧૦-ર૦૧૯ના રોજ રાત્રીના ૮.૩૦ કલાકે નવરાત્રીગરબીમાં બાળાઓને લાણી કર્યા બાદ ૮ વર્ષની આ ભોગ બનનાર બાળકી પોતાની દાદી સાથે ઘરે પરત જઇ રહેલ હતી. ત્યારે આરોપીએ બાળકીઅને દાદીને ઘરે ઉતારી જવા માટે જણાવેલ હતુ. ભોગ બનનાર બાળા આ આરોપીના મોટર સાઇકલ પાછળ બેસેલ અને ત્યારબાદ ભોગ બનનારની દાદી મોટર સાઇકલ પાછળ બેસવા જતા હતા. તે દરમ્યાન આરોપીએ પોતાનું મોટર સાઇકલ ચાલુ કરી દીધેલ અને બાળકીનું અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઇ ગયેલ.

ત્યારબાદ આ બાળકની ઉપર આ આરોપી બાબુ દેવા બંતીવાસે બળાત્કાર ગુજારેલ અને તે ઉપરાંત બાળકને છરી વડે ઇજાઓ કરેલ હતી અને ત્યાંથી નાસી ગયેલ હતો.

આ બનાવ અંગે બાળકીના પિતાએ પોલીસ સ્ટેશનમાંફરીયાદ નોંધાવેલ જે તપાસના અંતે આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ રજુ કરવામાં આવેલ હતુ.

પ્રવર્તમાન સંજોગોમાં નાની નાની બાળાઓ ઉપર થતાં દુષ્કર્મના કેસોને ખુબ જ ગંભીરતાથી લેવાનો સરકારશ્રી અભિગમ છે અને તેથી આવા કિસ્સામાં સ્પે. પબ્લીક પ્રોસીકયુટર સરકારશ્રી દ્વારા નિમણુંક કરવામાં આવે છે. ર વર્ષ પહેલા ૩ વર્ષની બાળા ઉપર બળાત્કાર ગુજારી તેણીની હત્યા કરવાના ગુનામાં આરોપી રમેશ દેદુકીયા ફાંસીની સજા ફરમાવવામાં આવેલ હતી જે કેસ જિલ્લા સરકારી વકીલશ્રી એસ.કે. વોરાએ ચલાવેલ હતો. તેમજ અન્ય કેસોમાં પોતાના કાર્યકાળ દરમિયાન ૩૦ થી વધુ કેસોમાં સજાનો હુકમો મેળવેલ હતા. આ તમામ કેસ રેકર્ડ ધ્યનમાં લેતા સરકારશ્રીએ ૮ વર્ષની આ બાળકીના બળાત્કાર કેસમાં જિલ્લા સરકારી વકિલશ્રી એસ.કે. વોરાની નિમણુંક કરેલ છે.

(2:41 pm IST)