Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

બાળ સગીરાને મોટી ઉંમરની વ્યકિત સાથે પરાણે લગ્ન કરાવતા પોલીસ સુપ્રિ.ને ફરિયાદ

રાજકોટ,તા.૧૦ : રાજકોટમાં ન્યુ મેઘાણીનગરમાં રહેતા વ્યકિતએ પોતાની બાળસગીરા પુત્રી, ઉંમર ૧૭ વર્ષ પ માસ (જન્મતારીખઃ૧૧/૧/૨૦૦૩)વાળીને આ બાળસગીરાથી ડબલ ઉંમરના વ્યકિત સાથે થાન મુકામે, તા.૨૮/૬/૨૦૨૦ના રોજ બાળ સગીરાની ઇચ્છા વિરૂધ્ધ બાળ લગ્ન આરોપીઓએ કરાવતા ફરીયાદી કલ્પેશ ડાભીએ પોલીસ સુપ્રિેન્ડન્ટ સાહેબ સુરેન્દ્રનગર સમક્ષ બાળલગ્ન ધારા હેઠળ ફોજદારી ફરિયાદ કરેલ છે.

અત્રેની ફરિયાદની હકીકત આવી છે કે, રાજકોટના સહકાર મેઇન રોડ ઉપર રહેતા ફરીયાદી કલ્પેશ ડાભીએ પોલીસ સુપ્રિન્ટેડન્ટ સુરેન્દ્રનગરમાં રાજકોટના ન્યુ મેઘાણીનગરમાં રહેતા વ્યકિતએ પોતાની બાળસગીરા પુત્રીને બાળ સગીરાથી ડબલ ઉંમરના વ્યકિત કાળુભાઇ અરજણભાઇ ગમારા(વર), રહેઃપથાપુરની બાજુમાં આવેલ મુઃફતેહપુરા, જિઃગાંધીનગરવાળા તથા આ કાળુભાઇ અરજણભાઇ ગમારા માતા,ભાઇ,બહેન અને બાળસગીરાના માતા,પિતા તથા તેણીના સગાઓ તથા બાળ સગીરાના આ કાળુભાઇ અરજણભાઇ ગમારા સાથે લગ્ન કરવનાર ગોર મહારાજ વગેરે સામે શ્રી અવલ્યા ઠાકરનાં મંદિરમાં ગેરકાયદેસર રીતે બાળ લગ્ન કરાવેલ તે મુજબ તે મુજબની બાળલગ્ન ધારા હેઠળ ફોજદારી ફરિયાદ પોલીસ સુપ્રિટેન્ડન્ટ સમક્ષ સુરેન્દ્રનગરમાં તા. ૯/૭/૨૦૨૦ના રોજ ફોજદારી ફરિયાદ કરેલ છે. અને આ ફરિયાદીએ સદર ફરિયાદની નકલ ગૃહ મંત્રી ગાંધીનગર, ડી.જી.પી. ગાંધીનગર, સમાજ સુરક્ષા અધિકારી રાજકોટ, બાળલગ્ન પ્રતિબંધક સુરેન્દ્રનગર જિલ્લા અધિકારીશ્રીઓને નકલ મોકલેલ છે.

(11:37 am IST)