Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

ખરીફ વિમા પાત્ર ધિરાણ લેવાની મુદત વધારોઃ ખાત્રીને એક મહીનો થવા આવ્યો છતા પાક વીમો ચુકવાયો નથી

રાજકોટ જીલ્લાના ખેડુતો ખફાઃ કલેકટર કચેરીમાં દેખાવોઃ આવેદન પાઠવ્યું

ભારતીય કિસાન સંઘે આજે કલેકટર કચેરીએ દેખાવો યોજયા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૧૦: ભારતીય કિસાન સંઘ રાજકોટ એકમે કલેકટરને આવેદન પાઠવી ખરીફ વર્ષ ર૦૧૯/૨૦ ના ખરીફ પાકની લોન અને પાક વીમા મુદત વધારવા તથા ગયા વર્ષ ર૦૧૮/૧૯ ના કપાસના પાક વીમા મુદત પુરી થતા ન ચુકવવા બાબતે રજુઆતો કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતું કે ખરીફ વિમા પાત્ર ધિરાણ લેવાની મુદત તા.૧પ-૭-ર૦૧૯ સુધીની છે. તે સામે ઓનલાઇન ફોર્મ ભરવાની મુદત પણ તા.૧પ-૭-ર૦૧૯ બહુત મોડી જાહેર થયેલ છે. જે ધિરાણની મુદત અને વીમાની મુદતમાં વીસંગતા છે. દા.ત. ૧પ-૭-ર૦૧૯ પછી જે ખેડુતો ખરીફ પાકની લોન લે તો તેમને પાક વિમાનો લાભ મળવા પાત્ર થાય નહિ અને આવા ખેડુતો પાક વિમાથી વંચીત રહે. ગત વર્ષે રાજકોટ જીલ્લામાં અપુરતો વરસાદ થવાને કારણે ખેડુતો પાક લોનની પુરેપુરી રકમ સમયસર ભરપાઇ કરી શકયા નથી અને વિલંબથી કે ઉછી ઉધારા પૈસા લઇને લેણુ ભરી રહયા છે. તેથી ગત વર્ષની લન ભરવામાં સ્વાભાવીક વિલંબ થયેલ છે. સાથોસાથ પાક વિમો ફરજીયાત કે મરજીયાત ખેડુતો માટે છે તે અંગે જુદા જુદા અખબારી અહેવાલો પ્રસિધ્ધ થયા હોવાથી ખેડુતો વિચારણામાં છે. ખેડુતો ર૦૧૯/૨૦ ની ખરીફ લોન મેળવી શકે અને પાક વીમો લેવા અંગે નિર્ણય કરી શકે તે હેતુથી ખરીફ ધિરાણ અને પાક વિમો લેવાની મુદત તેમજ ઓનલાઇન ફોર્મ ભરવાની ૧પ-૮-ર૦૧૯ સુધીની આપવા માંગણી હોય તાત્કાલીક નિર્ણય લઇ અખબારી યાદીમાં જાહેરાત આપવામાં આવે તેવી અમારી માંગણી છે.

તેમજ ગયા વર્ષના કપાસના પાક વીમાને લઇને ખેડુતો રાજકોટ માર્કેટીંગ યાર્ડ ઉપર આમરણ ઉપવાસમાં બેઠેલા હતા તે આમરણ ઉપવાસમાં સરકારશ્રીના મધ્યસ્થ તરીખે ભારતીય જનતા પાર્ટીના રાજકોટ જીલ્લાના પ્રમુખશ્રી ડી.કે.સખીયા શ્રીએ લેખીતમાં બાહેંધરી આપેલ હતી કે એક મહિનાની અંદર કપાસનો વીમો ખેડુતોને ચુકવી આપવામાં આવશે. રાજકોટ જીલ્લાના અગીયાર તાલુકામાંથી માત્ર પાંચ તાલુકાને કપાસના વીમાની બહુ ઓછી ટકાવારી જાહેર કરેલ છે. અને બીજા તાલુકાઓને હજી પણ જાહેર કરેલ નથી પણ તે એક મહિલનાનો સમય પુર્ણ થઇ જવા છતા હજી ખેડુતોને કપાસનો વીમો ચુકવવામાં આવ્યો નથી. જો આ વીમો હવે તાત્કાલીક ધોરણે ખેડુતોને ચુકવવામાં નહી આવે તો મજબુરન ખેડુતો ખેતી મુકી અને આંદોલનનો માર્ગ અપનાવવો પડશે.

આવેદન દેવામાં ભારતીય કિસાન સંઘ રાજકોટ જીલ્લા પ્રમુખ દિલીપભાઇ સખીયા, રમેશભાઇ ચોવટીયા, અતુલભાઇ કમાણી, પ્રભુદાસભાઇ મણવર, ભરતભાઇ પીપળીયા, જીવનભાઇ વાછાણી, મનોજભાઇ ડોબરીયા, ઠાકરશીભાઇ પીપળીયા, રમેશભાઇ હાપલીયા, પરેશભાઇ રૈયાણી, ધર્મેશભાઇ સોરઠીયા, બચુભાઇ ધામી, જીતુભાઇ સંતોકી, મધુભાઇ પાંભર, શૈલેશભાઇ સીદપરા, અશોકભાઇ મોલીયા, ભાવેશભાઇ રૈયાણી, જાગાભાઇ ઝાપડીયા, કિશોરભાઇ લક્કડ, વિનુભાઇ દેસાઇ, કિશોરભાઇ સગપરીયા, કાળુભાઇ, રમેશભાઇ લકકી, મુકેશભાઇ રાજપરા વિગેરે જોડાયા હતા.

(3:17 pm IST)