Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

આપણો દેશ 'પોલીસી પેરાલીસીસ'ના યુગમાંથી બહાર નીકળી હવે પોલીસી ડ્રીવન ડેવલોપમેન્ટના યુગમાં પ્રવેશ કરી ચુકયો છે

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આગામી સમયમાં ભારત ફાઈવ ટ્રીલીયન ડોલર ઈકોનોમી બને,આર્થિક મહાસતા બને તે માટે 'સમૃદ્ઘ ભારત – સક્ષમ ભારત'ના મંત્ર સાથે તમામ મોરચે આમૂલ પરિવર્તન હાથ ધર્યુ છે : ભારતના પ્રથમ મહિલા નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ રજુ કરેલું બજેટ એ 'નવા ભારત'ના નિર્માણ માટેનું વિઝન ડોકયુમેન્ટ બની રહેશે : આ બજેટ ખેડૂત, ગરીબ, મધ્યમ વર્ગ, યુવા, મહિલા સહીત તમામ વર્ગના લોકો માટે સુખ-સમૃદ્ઘિ અને પરિવર્તનના નવા યુગની શરૂઆત માટેનો રોડમેપ બની રહેશે

રાજકોટ : ભાજપા પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ શ્રી પ્રશાંત વાળાએ કેન્દ્રીય અંદાજપત્ર ૨૦૧૯-૨૦ને આવકારતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારત અગામી સમયમાં ફાઈવ ટ્રીલીયન ડોલર ઈકોનોમી બને,આર્થિક મહાસતા બને તે માટે શ્નસમૃદ્ઘ ભારત – સક્ષમ ભારતલૃના મંત્ર સાથે તમામ મોરચે આમૂલ પરિવર્તન હાથ ધર્યું છે.ભારતીય અર્થતંત્રને એક ટ્રીલીયન ડોલર સુધી પહોંચવામાં ૫૫ વર્ષ લાગ્યા હતા.પાંચ વર્ષ પહેલાં ભારત વિશ્વનું ૧૧માં નંબરનું અર્થતંત્ર હતું જે હાલ વિશ્વનું છઠ્ઠા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે.ત્યારે ભારતના પ્રથમ મહિલા નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ રજુ કરેલું બજેટ એ શ્નનવા ભારતલૃના નિર્માણ માટેનું વિઝન ડોકયુમેન્ટ બની રહેશે.

આપણો દેશ 'પોલીસી પેરાલીસીસ'ના યુગમાંથી બહાર નીકળી હવે 'પોલીસી ડ્રીવન ડેવલોપમેન્ટ'ના યુગમાં પ્રવેશ કરી ચુકયો છે.દેશના લોકો પણ ઘોર નિરાશામાંથી બહાર નીકળી છેલ્લાં પાંચ વર્ષમાં નવી આકાંક્ષાઓ,નવા જોમ અને જુસ્સા સાથે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પ્રગતિના શિખરો સર કરવા તત્પર બન્યા છે. આર્થિક સુધારાઓની સાથે સાથે સામાજીક સુધારાઓને પણ બળ આપનારું આ બજેટ ખેડૂત,ગરીબ,મધ્યમવર્ગ,યુવા,મહિલા સહીત તમામ વર્ગના લોકો માટે સુખ-સમૃદ્ઘિ અને પરિવર્તનના નવા યુગની શરૂઆત માટેનો રોડમેપ બની રહેશે.

આ બજેટમાં ખેડૂતોની સમૃદ્ઘિ અને સુખાકારીમાં વધારો થાય અને ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક ડબલ થાય અને ગ્રામીણક્ષેત્રનો વિકાસ પણ શહેરોની સમકક્ષ બને તે માટેની જોગવાઈઓ કરવામાં આવી છે.કૃષિ અને કૃષિ સંલગ્ન પ્રવૃતીઓ માટે ૧,૫૧,૦૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.દેશનો અન્નદાતા – ઉર્જાદાતા પણ બને અને ખેત પેદાશોની સાથે સાથે ખેતરમાં વીજળીનું પણ ઉત્પાદન કરી વધારાની આવક મેળવી શકે તે માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.ઝીરો બજેટ ખેતી,ટેકાના ભાવમાં વધારો,નવા એગ્રીકલ્ચર કલસ્ટરનું આયોજનની સાથે ખેડૂતોને મળતી ખાતર સબસીડીમાં પણ ૧૦,૦૦૦ કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

આ બજેટમાં કેટલીક નવી જનકલ્યાણકારી યોજનાઓ શરૂ કરવામાં આવી છે તથા કેટલીક પ્રચલિત યોજનાઓનો વિસ્તાર પણ કર્યો છે. પ્રત્યેક ગ્રામ્ય પરિવાર માટે વીજળી તથા ગેસ કનેકશનની જોગવાઈ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૧.૯૫ કરોડ લાભાર્થીઓને દ્યર આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.નવગઠિત જળશકિત મંત્રાલય દ્વારા 'હર ઘર જલ'ના મંત્ર સાથે ૨૦૨૪ સુધીમાં તમામ ભારતીયોને સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા માટેની વાત પણ આ બજેટમાં કહેવામાં આવી છે.

બેંકોના સુદૃઢીકરણ અને વધુ ધિરાણ ઉપલબ્ધ બને તે માટે આ બજેટમાં અનેક જોગવાઈ કરવામાં આવી છે. સાર્વજનિક ક્ષેત્રની બેંકોની મૂડીને વધારવા માટે ૭૦ હજાર કરોડની જોગવાઈ કરી છે. નોન બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓ અને ઉદ્યોગોના વિકાસ માટે પણ અનેક જોગવાઈ કરવામાં આવી છે. એમએસએમઈ તથા સ્ટાર્ટ-અપ કંપનીઓના વિકાસ માટે પણ આ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. સ્ટાર્ટ-અપ કંપનીઓ ઉપર લગાવવામાં આવેલા એન્જેલ ટેકસને હટાવી દેવામાં આવ્યો છે. યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતા વધે તેમજ દેશનો યુવાન જોબ સીકર નહીં પરંતુ જોબ ગીવર બને તે માટે સ્ટાર્ટ-અપ માટે કર રાહતોની પણ જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ તથા સ્વાસ્થ્ય ક્ષેત્રનો વિકાસ આ બજેટની પ્રાથમિકતા છે. શિક્ષણની ગુણવત્ત્।ા વધારવા માટે તથા વિશ્વસ્તરીય શિક્ષણ ઉપલબ્ધ કરાવવા માટે આ બજેટમાં પ્રયાસ કરવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિને લાગુ કરવા માટે ૪૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે.ઇનોવેશનને બળ આપવા માટે નેશનલ રીસર્ચ ફાઉન્ડેશનની પણ સ્થાપના કરવામાં આવી છે.

આ બજેટમાં વિકાસને ગતિ આપવાની સાથે ગરીબ અને મધ્યમવર્ગની પ્રગતિ માટેનું પણ આયોજન છે.મધ્યમવર્ગના કરદાતાઓને ૫ લાખ સુધીની વાર્ષિક આવક પર ઝીરો ટેકસ. ૪૫ લાખની કિંમત સુધીનું દ્યર ખરીદનારને તેમની આવકમાંથી ૩.૫૦ લાખ સુધીનું હોમલોનનું વ્યાજ બાદ મળશે.મહિલાઓ માટે 'નારી તું નારાયણી' યોજના હેઠળ જનધન ખાતા ધારક મહિલાઓને ૫૦૦૦ રૂ.નો ઓવરડ્રાફ્ટ તેમજ મુદ્રા યોજના હેઠળ એક લાખની લોનની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.

આમ,નવા ભારતના નિર્માણના સંકલ્પને સિદ્ઘ કરવા માટે એક સંતુલિત અને વિકાસશીલ બજેટ આપવા બદલ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીનો ખુબ ખુબ આભાર.

પ્રશાંત વાળા પ્રદેશ કન્વીનર,

ભાજપા મીડિયા વિભાગ – ગુજરાત. મો.૯૯૨૪૨૦૯૧૯૧

(11:20 am IST)