Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ભવાની ચોકમાં સીડી નીચે છુપાવાયેલો નાસીર ઠેબાનો ૪૮ હજારનો દારૂ કબ્જે

ભકિતનગરના પીએસઆઇ પી. એમ. ધાખડા અને હેડકોન્સ. પ્રકાશભાઇ વાંકની બાતમી પરથી વસીલા એસ્ટેટ પાસે દરોડો

રાજકોટ તા. ૧૦: જંગલેશ્વર પાસે ભવાની ચોક મહેશ્વરી સોસાયટીના ગેઇટ પાસે આવેલી વસીલા એસ્ટેટની દૂકાનોની અગાસી પર જવાની સીડી નીચે નાસીર કાળુભાઇ ઠેબા નામના શખ્સે વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમી ભકિતનગરના પીએસઆઇ પી.એમ. ધાખડા અને હેડકોન્સ. પ્રકાશભાઇ વાંકને મળતાં દરોડો પાડતાં રૂ. ૪૮ હજારનો ૯૬ બોટલ દારૂ (આઠ પેટી) મળી આવતાં કબ્જે કરી નાસીરની શોધખોળ હાથ ધરી છે.

પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરી હેઠળ પીએસઆઇ ધાખડા, હેડકોન્સ. મહેન્દ્રસિંહ ડોડીયા, હિરેનભાઇ પરમાર, કોન્સ. હિરેન્દ્રસિંહ પરમાર, સલિમભાઇ મકરાણી, હેડકોન્સ. પ્રકાશભાઇ વાંક સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે ચોક્કસ બાતમી પરથી આ દરોડો પાડવામાં આવ્યો હતો. વસીલા એસ્ટેટમાં દક્ષિણ દિશાનું શટર ખુલ્લુ હોઇ ત્યાંથી અગાસી પર જવાનો રસ્તો હતો. એ સીડી નીચે તપાસ કરતાં આઠ દારૂની પેટી જોવા મળી હતી. તમામ બોકસ પર મેકડોવેલ્સ નં. ૧ અને ફોર સેલ ઇન હરિયાણા ઓન્લી લખેલુ હતું. તપાસ દરમિયાન આ દારૂ નાસીર ઠેબાએ છુપાવ્યો હોવાનું સ્પષ્ટ થતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. (૧૪.૮)

(3:50 pm IST)