Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

આઇસીઆઇસીઆઇ બેંક સાથે લાખોની ઠગાઇના ગુનામાં આરોપીની જામીન અરજી નામંજુર

આરોપીએ નકલી દાગીના ઉપર લોન મેળવી લીધી હતી

રાજકોટ, તા., ૧૦: અત્રેની આઇસીઆઇસી બેંકમાં નકલી દાગીના ઉપર ગોલ્ડ મેળવીને બેંક સાથે રૂ. ૩૪ લાખ ૭૦ હજારની છેતરપીંડી કરવાના ગુનામાં પકડાયેલા રાજદીપસિંહ નરેન્દ્રસિંહ ડાભીએ જામીન પર છુટવા કરેલ અરજીને સેસન્સ કોર્ટે નકારી કાઢી હતી.

આ બનાવ અંગે બેંકના અધિકારી રજનીબેન જયસુખભાઇ મકાણીએ ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદની વિગતમાં જણાવ્યા મુજબ આરોપી રાજદીપસિંહ તથા અન્ય આરોપીઓ ભેગા મળીને અન્ય ધાતુના દાગીના ઉપર સોનાનો ઢાળ ચડાવી સોનાની ખરાઇનો ખોટો હોલમાર્ક લગાવી આવા દાગીના ઉપર આઇસીઆઇસીઆઇ બેંકની જુદી જુદી શાખામાંથી કુલ રૂ. ૩૪ લાખ ૬૯,૮૭પની ગોલ્ડ લોન મેળવીને ઠગાઇ કરી હતી.

આ બનાવ અંગે ભકિતનગર પોલીસમાં હાલના આરોપી રાજદીપસિંહ ડાભી તથા તેના પત્ની અંજલીબા રાજદીપસિંહ ડાભી તથા યુવરાજ ઉર્ફે લક્કીરાજ જગતસિંહ જાડેજા સામે ભતિનગર પોલીસમાં ફરીયાદ થયેલ હતી.

આ ગુનામાં અગાઉ મહિલા આરોપી અંજલીબા જામીન પર છુટતા આરોપી અરજી કરી હતી.આ અરજીના વિરોધમાં સરકારી વકીલ તેમના બેંકના વકીલ તરફે થયેલ રજુઆતને ધ્યાને લઇને સેસન્સ કોર્ટે આરોપી રાજદીપસિંહની જામીન અરજીને રદ કરી હતી.

આ કામમાં સરકારપક્ષે એ.પી.પી. શ્રી સ્મિતાબેન ખત્રી તથા ફરીયાદી બેંક વતી એડવોેકેટ પુર્વેશ પી. કટેચા રોકાયા હતા.(૪.૯)

(3:50 pm IST)