Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ધાક ધમકીના કેસમાં અમરનાથ લીઝીંગ ફાઇનાન્સ વાળા જરીયા બંધુના આગોતરા મંજૂર

રાજકોટ તા. ૧૦ :.. રાજકોટના ડીસ્ટ્રીકટ જજશ્રી ગીતા ગોપીએ અમરનાથ લીઝીંગ એન્ડ ફાઇનાન્સના સંચાલક નારણ લક્ષ્મણભાઇ જરીયા, કૃણાલ જરીયા, કેવલ જરીયાના આગોતરા જામીન મંજૂર કરતો હુકમ ફરમાવેલ છે.

આ બનાવની ટૂંક હકિકત એવી છે કે રાજકોટ શહેરના મનહર પ્લોટ વિસ્તારમાં  રહેતા અને અમરનાથ લીઝીંગ એન્ડ ફાઇનાન્સ નામથી વ્યાજ વટાવનો ધંધો કરતા નારણભાઇ  લક્ષ્મણભાઇ જરીયા તથા તેમના ભત્રીજા કૃણાલભાઇ જરીયા અને કેવલભાઇ જરીયા વિરૂધ્ધ રાજકોટ શહેરના અંબાજી કડવા મેઇન રોડ વિસ્તારના રહેવાસી અને સ્ક્રેપ નો હોલસેલનો ધંધો કરતા ગોપાલભાઇ છોટાલાલ ગતીયા એવુ જણાવેલ કે તેમણે અમરનાથ લીઝીંગ એન્ડ ફાઇનાન્સ પાસેથી વ્યાજે નાણા લીધેલજે નાણા ચૂકવી આપેલ હોવા છતાં આ ફાઇનાન્સ વાળા ધાક ધમકીઓ આપતા હોય ફરીયાદી પાસેથી લીધેલ ચેકો, પ્રોમીસરી નોટો વિગેરે કબજે કરવા જણાવતા હોય અન્યથા તેઓ વિરૂધ્ધ ગુન્હો દાખલ કરવામાં આવશે તેવું જણાવતા હોય અમરનાથ લીઝીંગ એન્ડ ફાઇનાન્સ વાળાઓ નારણભાઇ જરીયા, કૃણાલભાઇ જરીયા તેમજ કેવલ જરીયા એ તેમના વકીલ શ્રી સંજય એચ. પંડિત મારફત સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલ હતી. જેને કોર્ટે મંજૂર કરી હતી. આ કામમાં આરોપીઓ વતી એડવોકેટ સંજય એસ. પંડિત રોકાયા હતાં. (પ-૧૮)

(3:49 pm IST)