Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

બેસ્ટ કપલ હન્ટમાં મનીષ મહેતા અને દીપા મહેતાની જોડી વિજેતા

રાજકોટ : સૌથી સારામાં સારૂ દંપતી કોણ? તેનો કયાસ કાઢવા જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મીડટાઉન દ્વારા તાજેતરમાં 'બેસ્ટ કપલ હન્ટ-૨૦૧૮' નું આયોજન નિરાલી રીસોર્ટ ખાતે કરાયુ હતુ. જેમાં ગ્રુપ મેમ્બર સર્વશ્રી ચિરાગ પારેખ અને કૃપાલી પારેખ, હેમાંગ પારેખ અને જુઇ પારેખ, મનીષ મહેતા અને દીપા મહેતા, પીયુષ ગાંધી અને પીયુ ગાંધી, પરાગ દોશી અને દેવલ દોશી, સેતુર દેશાઇ તથા કાજલ દેસાઇ, અમીત દોશી તથા મીરા દોશી, તુષાર પતીરા અને જલ્પા પતીરા, નિલેશ મહેતા અને વૈશાલી મહેતા, જીતુ લાખાતી અને જાગૃતિ લાખાણીએ ઉત્સાહભેર ભાગ લઇ કાર્યક્રમને દીપાવ્યો હતો. સ્પર્ધક પતિ પત્નિમાં રહેલ ખુબીઓ જાળવા વાતચીત, રેમ્પ વોક, સ્ટેજ પરફોર્મન્સ, હાજર જવાબીપણું વગેરે પાસાઓ અજમાવવામાં આવ્યા હતા. ગ્રુપના ૩૫૦ થી વધુ ઉપસ્થિત સભ્ય મિત્રોએ તાળીઓના ગડગડાથી સ્પર્ધકોનો જુસ્સો વધાર્યો હતો. પરિણામોના અંતે મનીષ મહેતા અને દીપા મહેતા 'બેસ્ટ કપલ હન્ટ૨૦૧૮' વિજેતા જાહેર થયા હતા. જયારે રનર્સ અપ તરીકે પરાગ દોશી અને દેવલ દોશી વિજેતા બનેલ. ત્રીજા સ્થાને સેતુર દેશાઇ અને જાગૃતિ દેશાઇ તથા ચોથા સ્થાને અમિત દોશી અને મીરા દોશી તેમજ પાંચમા ક્રમે ચિરાગ પારેખ અને કૃપાલી પારેખ જાહેર થતા તમામ વિજેતાઓને ઇનામોથી નવાજવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનો કન્સેપ્ટ જાણીતા આઇ સર્જન અને જીએસજીઆઇએફના પૂર્વ જોઇન્ટ સેક્રેટરી રાજુ કોઠારી, જીએસજીઆઇએફના સંગીની ચેરપર્સન શ્રીમતી દર્શનાબેન રાજુભાઇ કોઠારીના માર્ગદર્શન હેઠળ આયોજીત થયેલ. નિર્ણાયક તરીકે કોટક ગર્લ્સ હાઇસ્કુલના પ્રિન્સીપાલ માલાબેન કુંડલીયા, સદ્દગુરૂ મહિલા કોલેજના પ્રોફેસર શ્રીમતિ ચાર્મિબેન પારસભાઇ બદાણી, દેવેન્દ્રભાઇ સાતાએ વિશિષ્ટ સેવા આપી હતી. આ કાર્યક્રમ માટે બ્લુ કલબ, નિરાલી રીસોર્ટસ, સ્પર્શ કોન્સેપ્ટનો વિશેષ સહયોગ સાંપડયો હતો. કાર્યક્રમમાં જૈન સોશ્યલ ગ્રુપ સૌરાષ્ટ્ર રીજીયનનાં ચેરમેન રાજેશભાઇ શાહ, જેએસજીઆઇએફનાં પૂર્વ પ્રમુખ હરેશભાઇ વોરા, જેઅસજીઆઇએફનાં ઉપપ્રમુખ નિલેશભાઇ કામદાર વગેરે ઉપસ્થિત રહેલ. (૧૬.૨)

(3:48 pm IST)