Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

સામાજીક ન્યાય સંબંધી સમિતિમાં જયોતિબેન વાઘેલાની નિમણુંકને ઠેરઠેરથી આવકાર

માથે મેલુ નહીં ઉપાડવા સહીતની કાનુની જોગવાઇઓના મોનીટરીંગનું કાર્ય સંભાળશે

રાજકોટ તા. ૧૦ : નગર શહેરોમાં સફાઇ સહીતની કામગીરી કરતા લોકોનો સામાજીક દરજજો જળવાઇ રહે તે માટે કામ કરતા સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગમાં રાજકોટના જયોતિબેન મહેન્દ્રભાઇ વાઘેલાની નિયુકિત કરવામાં આવતા ઠેરઠેરથી તેઓને અભિનંદન મળી રહ્યા છે.

મેન્યુઅલ સ્કવેન્જર્સને લગતી કામગીર કરવા માટે રચયેલ આ સમિતિમાં સ્વૈચ્છીક સંસ્થાઓના ચાર પ્રતિનિધિઓ પૈકી બે મહિલા પ્રતિનિધિની નિમણુંક કરાતી હોય છે. જેમાં જયોતિબેન વાઘેલાને સ્થાન મળેલ છે. સમિતિનું કાર્ય માથે મેલુ નહીં ઉપાડવા જેવા કાયદાઓનું પાલન કરાવવા સહીત કામદારો આરોગ્ય અને અધિકારોની સુરક્ષા જાળવવા સંબંધી હોય છે.

જયોતિબેન મહેન્દ્રભાઇ વાઘેલા (મો.૭૬૦૦૮ ૮૯૫૪૦) ની થયેલ નિમણુંકને સફાઇ કામદાર યુનિયનના ભરતભાઇ બારૈયા, ગીરધરભાઇ વાઘેલા, મનસુખભાઇ વાઘેલા, મનસુખભાઇ ઝાલા, રીસીભાઇ પરમાર, સવિતાબેન રાઠોડ, મહેન્દ્રભાઇ વાઘેલા, રૂપેશભાઇ લઢેર વગેરેએ આવકારી શુભેચ્છા પાઠવી છે.

(3:46 pm IST)