Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

૧૧૨ પાનની દુકાનોમાં સોલીડ વેસ્ટ શાખાના દરોડા : ૩૧ કિલો પ્લાસ્ટીક જપ્ત : ૩૦ હજારનો દંડ

રાજકોટ તા. ૧૦ : મહાનગરપાલિકા ધ્વારા શહેરમાં પાન પીસના પ્લાસ્ટીકના વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ મુકવા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. આ જાહેરનામાના અમલ અર્થે આજ રોજ ઇસ્ટ, વેસ્ટ તથા સેન્ટ્રલ ઝોનનાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ ૧૧૨ પાનની દુકાનોમાંથી ૩૧ કિલો પાન પીસ જપ્ત કરી ૩૦ હજારનો દંડ વસુલવામાં આવ્યો છે.

આ કામગીરી મ્યુનિ. કમિશ્નરની સુચના મુજબ પુર્વ ઝોનના નાયબ કમિશ્નર સી. બી. ગણાત્રાના માર્ગદર્શન હેઠળ પુર્વ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, મદદનીશ પર્યાવરણ ઈજનેર જીજ્ઞેશ વાઘેલા તથા વોર્ડના એસ. આઈ. ડી. કે. સીંધવ, પ્રફુલ ત્રિવેદી, એમ. એ. વસાવા, એન. એમ. જાદવ, તથા વોર્ડના એસ. એસ. આઈ.  પ્રભાત બાલાસરા, અશ્વિન વાઘેલા, ભરત ટાંક, જે.બી.વોરા, જય ચૌહાણ, એ. એફ. પઠાણ તથા ભુપત સોલંકી તથા

પર્યાવરણ ઇજનેર નીલેશભાઈ પરમાર, નાયબ પર્યાવરણ ઇજનેર વલ્લભભાઈ જીંજાળા, મદદનીશ પર્યાવરણ ઇજનેર ખેવનાબેન વકાણી, સેનેટરી સુપ્રિટેન્ડ એચ.એચ.પરમાર વેસ્ટ ઝોનના નાયબ ૫ર્યાવરણ ઇજનેર દિગ્વિજયસિંહ તુવરની દેખરેખ માં કુલ ત્રણ ટીમો મારફત મદદનીશ ઇજનેર ભાવેશ ખાંભલા ની હાજરીમાં વેસ્ટ ઝોન સેનેટરી ઇન્સ્પેકટર કેતન લખતરીયા પીયુષ ચૈાહાણ, સંજયભાઇ દવે, મૈાલેષ વ્યાસ તથા એેસ.એસ.આઇ સંજય ચાવડા, બાલાભાઇ, નીલેશ ડાભી, ભાવેશ ઉપાઘ્યાય, વિશાલભાઇ, વિમલભાઇ, ગૈાતમભાઇ નિતીનભાઇ, ભાવનાબેન વગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(3:45 pm IST)