Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ગુજરાત મ્યુનિ.ફાઇનાન્સ બોર્ડ દ્વારા શિક્ષણ ઉપકર પેટે કોર્પોરેશનને ૧૨-પ૬ કરોડની ફાળવણી

ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીનો આભાર માનતા મેયર સહિતના પદાધિકારીઓ

રાજકોટ, તા.૧૦: મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, એક સયુંકત યાદીમાં જણાવે છે, કે રાજય સરકારના ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ દ્વારા શિક્ષણ ઉપકર પેટે સને ૨૦૧૬-૧૭ વર્ષના રાજકોટ મહાનગરપાલિકાને રૂ. ૧૨,૫૬,૨૭,૯૯૦(અંકે રૂપિયા બાર કરોડ છપ્પન લાખ સત્યાવીસ હજાર નવસો નેવું)ની ફાળવણી કરવા આવેલ છે. તે બદલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરીનો આભાર માનવામાં આવે છે.

આ શિક્ષણ ઉપકરની રકમમાંથી નવી સ્કૂલો બનાવી તથા કોર્પોરેશન હસ્તકની શાળાઓમાં જરૂરી વિકાસ કરવામાં આવતો હોય છે.

(3:44 pm IST)