Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

વન ડે થ્રી બોર્ડમાં ફણગો ફુટયો

વોર્ડ નં. ૩માં દિશા સૂચક બોર્ડમાં ભાજપના કોર્પોરેટરનું નામ ભુંસી કોંગી કોર્પોરેટરે પોતાનું નામ ચડાવી દીધુ : ઉદયભાઇનો આક્ષેપ

મેયર બીના આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઇ મોલિયા, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદયભાઇ કાનગડ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ તેમજ મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધી પાની અને વિવિધ કમિટિના ચેરમેનો, કોર્પોરેટરોએ વોર્ડ મુલાકાત લઇ કામગીરી નિહાળી હતી

રાજકોટ તા. ૧૦ : મ્યુ. કોર્પોરેશનમાં 'વન ડે થ્રી વોર્ડ' સફાઇ ઝુંબેશ હેઠળ આજે વોર્ડ નં. ૩માં કામગીરીનું નિરીક્ષણ કરવા ગયેલ સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદયભાઇ કાનગડને આ વોર્ડનાં દિશા સુચક બોર્ડમાં કોંગી કોર્પોરેટરે કરેલી 'કારીગીરી' નજરમાં આવી જતાં તેઓએ આ બાબતનું ધ્યાન અધિકારીને દોર્યું હતું.

આ અંગે સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદયભાઇ કાનગડે જણાવ્યું હતું કે, તેઓ વોર્ડ નં. ૩ના તિલક પ્લોટ વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશના નિરીક્ષણ માટે ગયા ત્યારે આ વોર્ડમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રાજુભાઇ અઘેરાની ગ્રાન્ટમાંથી લગાવેલા દિશાસૂચક બોર્ડમાંથી ભાજપના કોર્પોરેટર રાજુભાઇ અઘેરાનું નામ ભુંસી નાંખી અને તેના સ્થાને આ વોર્ડના વર્તમાન કોંગ્રેસના કોર્પોરેટર દિલીપભાઇ આસવાણીનું નામ લખી દેવાયાનું જોવા મળતા આ બાબતે જવાબદાર અધિકારીઓનું ધ્યાન દોરાયું હતું.

આ તકે ઉદયભાઇએ એવો આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના આ કોર્પોરેટરે ભાજપના પૂર્વ કોર્પોરેટરનું કામ પોતાના નામે ચડાવવાનો હીન્ન પ્રયાસ કર્યો છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા હાલ ચોમાસાની ઋતુને નજર સમક્ષ રાખી, જાહેર સ્વચ્છતા અને જાહેર સ્વાસ્થ્યની કાળજી લેતા, હાથ ધરવામાં આવેલ 'વન ડે-થ્રી વોર્ડ' અભિયાન અંતર્ગત આજ રોજ ઈસ્ટ ઝોનના વોર્ડ નં.૫ વેસ્ટ ઝોનનાં વોર્ડ નં.૯ અને સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.૩માં ઝુંબેશ હાથ ધરાઈ હતી. જેમાં, મેયર બીનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કલેશભાઈ મીરાણી, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલ તેમજ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અને વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, સ્થાનિક અગ્રણીઓ વિગેરેએ અલગ-અલગ વોર્ડમાં રૂબરૂ મુલાકાત લઇ, થઇ રહેલી કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. આજે થયેલ કામગીરીમાં સફાઈ ઉપરાંત, ડ્રેનેજ, સિવિલ વર્ક અને આરોગ્ય શાખાની પ્રવૃતિઓ સામેલ કરવામાં આવેલ.

વેસ્ટ ઝોન

શહેરને ગંદકીથી મુકત કરવા માટે તેમજ ચોમાસાનની ઋતુ ને અનુલક્ષીને રોગચાળા અટકાયતી ૫ગલા રૂપે આજ રોજ વન-ડે-વન વોર્ડ અંતર્ગત વોર્ડ નં. ૦૯ માં 'સઘન સ્વચ્છતા ઝુંબેશ' શરૂ  કરવામાં આવેલ છે. અંતર્ગત સફાઇ કરાવેલ કુલ લતા/વિસ્તારની સંખ્યા – ૧૬૪, સફાઇ કરાવેલ કુલ મુખ્ય માર્ગોની સંખ્યા – ૧૧, સફાઇ કરાવેલ કુલ ન્યુસન્સ પોઇન્ટની સંખ્યા – ૦૯, સફાઇ કરાવેલ કુલ ખુલ્લા પ્લોટની સંખ્યા – ૨૨, મીની ટીપર વાહન મારફત કલેકશન કરવામાં આવેલ કુલ કચરો -  ૧૮ ટન, જે.સી.બી મારફત અંદાજીત  નિકાલ કરાવેલ કુલ કચરો  - ૧૭  ટન, કુલ જે.સી.બી – ૦૩, કુલ ડમ્પરના ફેરા – ૦૬, કુલ ટ્રેકટર ના ફેરા – ૦૫, કયુ આર. ટી. કારગો ટીમ ફેરા – ૦૧, ચુનો / મેલેથીઓન પાવડર નો કરેલ છંટકાવ - ૪૦  બેગ, સફાઇ કરાવેલ માર્કેટ / હોકર્સ ઝોન – ૦૨, સફાઇ કરાવેલ કુલ ટવીન બીન – ૨૨, એસીડ ફીનાઇલ દ્વારા સફાઇ કરેલ કુલ યુરીનલ – ૦૨ (પ્રેસર જેટ મશીન દ્વારા)  કામગીરી કરવામાં આવેલ છે. 

સેન્ટ્રલ ઝોન

નં.૦૩ માં સઘન સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સફાઇ કરાવેલ કુલ લતા/વિસ્તારની સંખ્યા – ૧૨૦, સફાઇ કરાવેલ કુલ મુખ્ય માર્ગોની સંખ્યા – ૦૯, સફાઇ કરાવેલ કુલ ખુલ્લા પ્લોટની સંખ્યા - ૨૨, ચુનો / મેલેથીઓન પાવડર નો કરેલ છંટકાવ - ૫૭  બેગ, ટીપર વાહન ની ટ્રીપની સંખ્યા – ૨૯, ડમ્પર વાહનની ટ્રીપની સંખ્યા- ૦૫, સફાઇ કરાવેલ કુલ ન્યુસન્સ પોઇન્ટની સંખ્યા – ૧૪, ઉપયોગમાં લીધેલ કુલ જે.સી.બી - ૦૩, સફાઈ કરાવેલ વોંકળાની સંખ્યા- ૦૩, કુલ ટ્રેકટરના ફેરા – ૦૮  દ્વારા સફાઈ ઝુંબેશ કામગીરી કરવામાં આવેલ છે. જેમાં કુલ ૨૬ (મે. ટન) કચરાનો નિકાલ કરવામાં આવેલ. 

ઇસ્ટ ઝોન

વોર્ડ નં.-૫માં સફાઇ કરાવેલ કુલ લતા/વિસ્તારની સંખ્યા–૨૨૪, સફાઈ કરાવેલ ખુલ્લા પ્લોટની સંખ્યા-૦૮, ૦૫ મુખ્ય માર્ગોની સફાઈ, સફાઈ કરાવેલ ન્યુસન્સ પોઈન્ટની સંખ્યા-૦૫, કુલ એકત્રીત કચરો તથા ભરતી-૯૧ ટન, વપરાયેલ મેલેથીઓન તથા ચુનાની થેલીની સંખ્યા- ૬૬ થેલી, જે.સી.બી, ડમ્પર, ટ્રેકટર દ્વારા કરાવેલ ફેરા-૧૯, ખુલ્લા પ્લોટની સફાઈ-૦૮, ટીપરવાનની ટ્રીપની સંખ્યા-૨૭, ડમ્પરવાનની ટ્રીપની સંખ્યા-૦૮, ઉપયોગમાં લીધેલ જે.સી.બી. ની સંખ્યા-૦૩, સફાઈ કરાવેલ વોંકળાની સંખ્યા-૦૨, ટ્રેકટરના ફેરાની સંખ્યા-૧૧ દ્વારા કુલ ૯૧ (મે.ટન) કચરાનો નિકાલ કરવામાં આવ્યો. 

તદ્ઉપરાંત કુવાડવા રોડ, નવો આશ્રમ રોડ, પેડક રોડ, સંત કબીર રોડ, માલધારી મે. રોડ  વગેરે મુખ્ય માર્ગોની સફાઈ કરવામાં આવેલ છે. તથા પેડક રોડ  તથા વાલ્મીકી આવાસની બાજુમાં આવેલ વોકળાની સફાઈ કરવામાં આવેલ છે. જેમા ૧૦ માણસો તથા ૧ જે.સી.બી. તથા ૧ ડમ્પર કામે લગાડવામાં આવેલ છે. ૧૨ ટન વોકળાના ગારનો નિકાલ કરવામાં આવેલ છે.

૩ વોર્ડમાં ૮૪૮ ઘરમાં ફોગીંગ

આજ રોજ  'વન ડે–થ્રી વોર્ડ' કાર્યક્રમ અન્વયે આરોગ્ય શાખાની શહેરી મેલેરિયા યોજના દ્વારા વોર્ડ નં.૩, ૯ અને ૫માં ઘરે – ઘરે ટાંકા- પી૫, અન્ય પાણી ભરેલાપાત્રોતપાસી, જયાં મચ્છરનાપોરા જોવા મળેત્યાંપાત્રોખાલી કરાવવામાંઆવ્યાઅથવા તો દવા છંટકાવ કરી પોરાનોનાશ કરવામાં આવેલ તથા મોટા અને ખુલ્લા રહેતા પાણીના પાત્રોમાંપોરાભક્ષકગપ્પીમાછલી મુકવામાં આવેલ.

પુખ્ત મચ્છરના નાશ માટે આ વિસ્તારમાં ફોગીંગ કામગીરી કરવામાં આવેલ તથા પત્રિકા વિતરણના માઘ્યમથી આરોગ્ય શિક્ષણ આ૫વામાં આવેલ. જેમાં, ટાંકામાં દવા છંટકાવની કામગીરી હેઠળ તપાસેલ ઘર - ૨૦૦૨ ઘરો, ફોગીંગ કામગીરી હેઠળ આવરી લીઘેલ ઘર ૅં- ૮૪૮ ઘરો, પોરાભક્ષક માછલી વિતરણ કરેલ ટાંકાની સંખ્યૉં- ૯૬ ટાંકા પી૫ તથા પત્રીકા વિતરણ  ૨૫૭૭ પત્રીકા વિતરણ કરવામાં આવેલ.

આજની આ કામગીરીમાં મેયર બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, પૂર્વ મેયર જનકભાઈ કોટક, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, સેનિટેશન સમિતિ ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, ડ્રેનેજ સમિતીના ચેરમેન જયોત્સનાબેન ટીલાળા, કાયદો અને નિયમોની સમિતિ ચેરમેન શિલ્પાબેન જાવિયા, શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક સમિતિ ચેરમેન રૂપાબેન શીલુ, એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિ ચેરમેન પ્રીતીબેન પનારા, કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા, અનિલભાઈ રાઠોડ, મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની, ડે. કમિશનર સી. કે. નંદાણી, ગણાત્રા તેમજ વોર્ડ નં.૦૩ના પ્રભારી દિનેશ કારિયા, મહામંત્રી જગદીશભાઈ ભોજાણી વોર્ડ નં.૦૯ના પ્રભારી ડો. ગિરીશ ભીમાણીયા, પ્રમુખ જયસુખભાઈ કાથરોટીયા, મહામંત્રી કમલેશભાઈ શર્મા તથા વોર્ડ નં.૦૫ના પ્રભારી બાબુભાઈ ઉધરેજા, પ્રમુખ દિલીપભાઈ લુણાગરીયા, મહામંત્રી પ્રભાતભાઈ કુંગસીયા તેમજ અઘિકારીઓ આરોગ્ય અધિકારી ડો. પી. પી. રાઠોડ, નાયબ આરોગ્ય અધિકારી ડો. વીસાણી, નાયબ ૫ર્યાવરણ ઇજનેર ડી. યુ. તુવર, પ્રજેશ સોલંકી, બાયોલોજીસ્ટ વૈશાલી રાઠોડ, નાયબ આરોગ્ય અધિકારી ચુનારા, સીટી એન્જી. કામલીયા તેમજ વોર્ડના અગ્રણીઓ તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પોપટપરામાં બંધ પડેલ મહિલા શૌચાલય શરૂ કરાવતા ગાયત્રીબા વાઘેલા

રાજકોટ તા.૧૦ :.. આજે 'વન-ડે-થ્રી વોર્ડ' સફાઇ ઝૂંબેશમાં વોર્ડ નં. ૩ નાં કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષીનેતા ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ પોપટપરામાં આવેલ. નાના સાહેબ પેશ્વા શાળામાં આવેલ મહીલા શૌચાલયને શરૂ કરાવવા જવાબદાર અધિકારીઓને સુચનાઓ આપી હતી. આ તકે ગાયત્રીબાએ જણાવ્યું હતું કે મ્યુ. કોર્પોરેશનની આ શાળાનાં મહિલા શૌચાલયમાં પાણીની સુવિધા નહી હોવાથી બંધ હાલતમાં હતુ અને બહેનોને તેના કારણે મુશ્કેલી પડતી હતી. આથી આજે 'વન-ડે થ્રી-વોર્ડ' અભિયાન હેઠળ આ વિસ્તારની મુલાકાતે આવેલ અધિકારીઓને સાથે રાખીને ઉપરોકત મહીલા શૌચાલયને શરૂ કરાવવા સુચનાઓ અપાઇ હતી.

(3:44 pm IST)