Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

જેસીઆઇ રાજકોટ સિલ્વર દ્વારા ૨૨ મીએ 'ઓપન ગુજરાત રેપીડ ચેસ ટુર્નામેન્ટ'

ચાર કેટેગરીમાં ૩૦૦ થી વધુ સ્પર્ધકો ભાગ લેશે : વિજેતાઓને ૧૦ હજાર સુધીના ઇનામો : ભાગ લેનાર તમામને ગીફટ કુપન અને સર્ટીફીકેટ : નામ નોંધણી ચાલુ

રાજકોટ તા. ૯ : આજનો યુવા વર્ગ બુધ્ધિમતાની રમતો તરફ વળે તેવા હેતુથી  જેસીઆઇ રાજકોટ સિલ્વર દ્વારા આગામી તા. ૨૨ ના 'ઓપન ગુજરાત રેપીડ ચેસ ટુર્નામેન્ટ'નું આયોજન કરાયુ છે.

આ અંગે વિગતો વર્ણવતા આયોજક ટીમે જણાવેલ કે ગેસફોર્ડ ચેસ કલબ અને ફાયનેમીક ચેસ એકેડમી દ્વારા સપોર્ટેડ આ ટુર્નામેન્ટ તા. ૨૨ ના રવિવારે સવારે ૮ વાગ્યાથી જસાણી વિદ્યામંદિર, પી.ડી.એમ. કોલેજ સામે, ગોંડલ રોડ ખાતે યોજાશે. અન્ડર-૯, અન્ડર-૧૩, અન્ડર-૧૭ અને ઓપન કેટેગરી એમ કુલ ચાર કેટેગરીમાં ટુર્નામેન્ટ રમાડાશે.

ઓપન કેટેગરીમાં ૧ થી ૧૫ નંબર મેળવનાર ખેલાડીને રૂ.૧૦,૦૦૦ સુધીના રોકડ ઇનામો તેમજ અન્ડર-૯, અન્ડર-૧૩, અન્ડર-૧૭ બાળકોને ૧ થી ૧૦ વિજેતા ખેલાડીઓને ચેસ સેટ તથા શિલ્ડ અપાશે. બપોરે લન્ચની વ્યવસ્થા કરાઇ છે. ભાગ લેનાર તમામને સર્ટીફીકેટ તેમજ રૂ.૨૫૦ ના ગીફટ કુપન અપાશે. એન્ટ્રી ફી રૂ. ૨૦૦ રાખેલ છે. ચેસ સેટ સ્પર્ધકે સાથે લાવવાનો રહેશે. ચેસ કલોક હોય તો એ પણ લાવવા આગ્રહ રખાયો છે.

એન્ટ્રી નોંધવાનું હાલ ચાલુ હોય ભાગ લેવા ઇચ્છુકોએ કિશોરસિંહ જેઠવા મો.૯૯૨૫૨ ૪૮૨૫૧, જય ડોડીયા મો.૯૨૭૬૮ ૩૫૧૧૪, મનીષ પરમાર મો.૯૮૨૫૧ ૧૨૨૨૯, ગૌરવ ત્રિવેદી મો.૯૯૧૩૫ ૮૯૨૦૮, દિપક જાની મો.૮૪૬૯૧ ૧૧૮૦૩ પાસેથી ફોર્મ મેળવી વિગતો ભરીને (૧) ગેસફોર્ડ ચેસ કલબ, કિરીટ પાન ઘર ૦૨૮૧- ૨૨૨૧૭૪૬, (ર) આર.પી.ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, મહેતા પેટ્રોલ પંપ સામે, ગોંડલ રોડ, રાજકોટ મો.૮૦૮૦૦ ૦૦૦૯૮ ખાતે જમા કરાવવાનું રહેશે.

ટુર્ના.માં આર્ય સ્કુલ, કેઝી વર્લ્ડ ગેઇમ ઝોન, પરિવાર એડ કંપનીનો સહયોગ પ્રાપ્ત થયો છે.

સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા એસીઆઇ રાજકોટ સિલ્વરના પ્રમુખ રાકેશ વલેરા, ઉપ્રમુખ રવિ પોપટ, કેયુર પરમાર, અતુલભાઇ આહીયા, જસાણીના પ્રિન્સીપાલ અસ્મીતા મેડમ, ગેસ્ફોર્ડ ચેસ કલબના પ્રમુખ નટુભાઇ સોલંકી, સેક્રેટરી કિશોરસિંહ જેઠવા, હર્ષદભાઇ ડોડીયા, દિપકભાઇ જાની, મહેશભાઇ વ્યાસ, ડાયનેમીક ચેસ એકેડમીના મનીષ પરમાર, વન્ડર ચેસ મલબના ગૌરવ ત્રિવેદી, અભય કામદાર, વલ્લભભાઇ પીપળીયા, શૈલેષ કકકડ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

ચીફ આર્બીટર તરીકે જય ડોડીયા સેવા આપશે. તસ્વીરમાં 'અકિલા' ખાતે ચેસ ટુર્નામેન્ટની વિગતો વર્ણવતા જેસીઆઇ પ્રમુખ રાકેશ વલેરા, ઉપપ્રમુખ રવિ પોપટ તેમજ કિશોરસિંહ જેઠવા, કેયુરભાઇ પરમાર, ગૌરવ ત્રિવેદી, નુરૂદીન સાદીકોટ, અભય કામદાર, પ્રતિક દુદકીયા, પ્રશાંત સોલંકી વગેરે નજેર પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૩)

(3:43 pm IST)