Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

'' વહાલુડીના વિવાહ''માં ૨૨ દિકરીઓ કરીયાવર લેવા સુરત રવાના

 રાજકોટઃ '' દિકરાનું ઘર'' વૃધ્ધાશ્રમ આગામી તથા.૨૯ અને ૩૦ ડીસેમ્બરના રોજ પિતાની છત્રછાયા અથવા માતા-પિતા બંનેની  છત્રછાયા ગુમાવી દીઘેલ ૨૨ દિકરીઓના જાજરમાન લગ્ન કરવા જઇ રહયું છે. વહાલુડીના વિવાહ શીર્ષક હેઠળ યોજાયેલ શાહી યોજનામાં ૨૨ દિકરીઓને અગ્રણીઓ કન્યાદાન આપશે.  આ શાહી લગ્નમાં ભાગ લેનાર પ્રત્યેક દિકરીઓને ૨ લાખ રૂાનું કરીયાવર આપવામાં આવનાર છે. ગઇકાલ તા.૯ના રોજ સૌરાષ્ટ્ર હાઇસ્કુલના પરિસરથી લગ્નોત્સવમાં ભાગ લેનાર પ્રત્યેક દીકરીઓને પોતાની પંસદગી મુજબનું કરીયાવર લેવા માટે સુરત જવા વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે એન્જલ પંપના માલિક યુવા ઉદ્યોગપતિ કિરીટભાઇ આદ્વોજા જાણીતા બિલ્ડર ધીરૂભાઇ રોકડ, મોઢવણિક સમાજના યુવા અગ્રણી સુનીલ મહેતા તેમજ પટેલ ટીમ્બર માર્ટના ભાવેશભાઇ પટેલ ઉપસ્થિત રહયા હતા.  સુરત ગયેલ ૨૨ દિકરીઓ સાથે સંસ્થાના મહિલા કાર્યકર્તા નિશાબેન મારૂ, અલ્કાબેન પારેખ, ડો. ભાવનાબેન મહેતા, રાધીબેન જીવાણી, કાશ્મીરાબેન દોશી, કલ્પનાબેન દોશી, પ્રિતિ વોરા, ગીતાબેન પટેલ, કિરણબેન વડગામા, રૂપા વોરા  તેમજ અંજુબેન સુતરીયા જોડાયા છે. સંસ્થાના નલીન તન્ના, જીતુભાઇ ગાંધી તેમજ હસુભાઇ શાહ પણ વ્યવસ્થાના ભાગરૂપે સુરત જવા રવાના થયા છે. મુકેશ દોશીના નેતૃત્વ નીચે અનુપમ દોશી, સુનીલ વોરા, હસુભાઇ રાચ્છ, ઉપેનભાઇ મોદી સહિતના કાર્યકર્તા જહેમત ઉઠાવી રહયા છે.

(3:42 pm IST)