Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

બાલભવનમાં બાલ અંતાક્ષરી સ્પર્ધા

 બાલભવન રાજકોટ દ્વારા ૫ થી ૧૬ વર્ષના બાળકો માટે ઓપન રાજકોટ અંતાક્ષરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્પર્ધામાં ૩ બાળકોની એક  ટીમ એવી ૬૦ ટીમે ભાગ લીધેલ હતો. અંતાક્ષરીમાં અક્ષર ઉપરથી ગીત, અંતરા-મુખડા રાઉન્ડ, શબ્દ રાઉન્ડ તથા ઓડીયો વિઝયુઅલ રાઉન્ડ જેવા અનેકવિધ રાઉન્ડ દ્વારા આ સ્પર્ધા રોચક બની હતી. બહોળી સંખ્યામાં ઇનામોની લ્હાણી કરવામાં આવી હતી. સ્પર્ધામાં પ્રથમ ટીમ (૧) સુમન પ્રસાદ (૨) મનિષા પ્રસાદ  (૩) સંગીતા બિંદ દ્વિતીય સ્થાને (૧) સ્નેહલ વાઘેલા (૨) મુસ્કાન દલવાણી (૩) લીઝા બેલીમ તૃતિય સ્થાને (૧) યુગ પાટડીયા (૨) ન્યાસા પાઠક (૩) મહેક વોરા તથા બે ટીમ પ્રોત્સાહન રૂપે જેમાં પ્રથમ પ્રોત્સાહન  (૧) જૈનિલ ડી. ગિનોયા (૨)  મહેક પરમાર (૩) જાનસી કુબાવત  દ્વિતીય પ્રોત્સાહન (૧) અકસા કડિવાર (૨) હિરવા રાજયગુરુ (૩) સાનિયા મામટી વગેરે વિજેતા બનેલ. વિજેતા ઇનામો બાળકોને  ઇનામો તથા સર્ટીફિકેટ મહેમાનો હસ્તક આપવામાં આવ્યા હતા. અંતાક્ષરી અતિથિ વિશેષ અંજનાબેન મોરઝરીયા ચેરમેન શિક્ષણ સમિતિ રમતગમત અધિકારી શ્રી જાડેજા, મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના ડો. અલ્પાબેન ત્રિવેદી (હેલીબેન) વી.જે. મોદી સ્કુલના પ્રિન્સીપાલશ્રી ઝાલા ઉપસ્થિત રહેલ. નિર્ણાયક તરીકે  હિનાબેન મોકરીયા તથા અમીષાબેન ભટ્ટએ સેવા આપી હતી. અંતાક્ષરીનો દોર ધર્મેન્દ્ર પંડયાએ સંભાળેલ હતુ.

(3:41 pm IST)