Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ડો.આંબેડકર અંત્યોદય નિગમના ચેરમેન ગેડીયા તુરી બારોટ સમાજની મુલાકાતે

રાજકોટ : ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના સીધા માર્ગદર્શન હેઠળ ચાલતા ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમની નવી ઓફીસ કર્મયોગી ભવનમાં શુભારંભ થતા ચેરમેન ગૌતમભાઇ ગેડીયાને ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. દરમિયાન સમાજના વિવિધ વર્ગોને નિગમની જાણકારી મળી રહે તે હેતુથી નિગમના ચેરમેન અને પ્રદેશ (અ.જા.) મોરચાના મહામંત્રી ગૌતમભાઇ ગેડીયા દ્વારા વિવિધ જિલ્લાઓનો પ્રવાસ શરૂ કરાયો છે. આ અંતર્ગત રાજકોટની મુલાકાત દરમિયાન અતિ પછાત સમાજના એવા તુરી બારોટ સમાજની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ સમયે ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, કોર્પોરેટર તેમજ ભાજપ અ.જા. મોરચાના ઉપપ્રમુખ રાજુભાઇ અઘેરા, શહેર અ.જા. મોરચાના પ્રમુખ ડી. બી. ખીમસુરીયા, ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ડીરેકટર રઘુભાઇ સોલંકી, લાખાભાઇ બગડા ઉપસ્થિત રહ્યા હતા. તુરી બારોટ સમાજના વિસ્તાર પેડકમાં આવેલ દિનેશભાઇ બારોટના નિવાસ સ્થાને જઇ સમાજ લક્ષી ચર્ચા કરાઇ હતી. તુરી બારોટ સમાજના આગેવાનો ખોડાભાઇ બારોટ, કાનજીભાઇ બારોટ, નરશીભાઇ બારોટ, રવજીભાઇ બારોટ, વિનુભાઇ બારોટ, ઉમેદભાઇ બારોટ, નીતિનભાઇ બારોટ, માધાભાઇ બારોટ, સંજયભાઇ બારોટ, પરેશ બારોટ, રાજેશ બારોટ, કિરણ બારોટ, સુનિલ બારોટ, ભરતભાઇ બારોટ, પ્રદિપભાઇ બારોટ, વિજયભાઇ બારોટ, જયસુખભાઇ બારોટ અડવોકેટ વગેરે ઉપસ્થિત રહેલ. આ દરમિયાન ૮ થી વધુ દેશોમાં કલાના કામણ કરી આવેલ કલાકાર ઉમેશભાઇ બારોટે સ્તુતી રજુ કરી હતી. અંતમાં આભારવિધિ અનુ.જાતિ પછાત તુરી બારોટ સેવા સંઘ રાજકોટના પ્રમુખ ખોડાભાઇ બારોટ (મો.૯૯૯૮૮ ૮૯૨૦૨) એ કરી હતી.

(3:40 pm IST)