Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

શહેર ભાજપ મહિલા મોરચાના વોર્ડ પ્રભારી-પ્રમુખ-મહામંત્રી-કારોબારી સભ્યની નિમણુંક કરતા અંજલીબેન રૂપાણી, નયનાબેન પેઢડીયા

રાજકોટ, તા. ૧૦ : પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી સાથે શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનીતાબેન પારેખ, કિરણબેન માકડીયા સાથે વિચાર વિમર્શ કરી શહેરના મેયર બીનાબેન આચાર્યની ઉપસ્થિતિમાં રાજકોટ શહેર ભાજપના મહિલા મોરચાના વોર્ડ પ્રભારી - પ્રમુખ - મહામંત્રી - કારોબારી સભ્યોની નિમણુંક કરી હતી.

આ વરણી કરતા અંજલીબેન રૂપાણી અને નયનાબેન પેઢડીયાએ જણાવ્યુ હતું કે ભાજપ કાર્યકર્તા આધારીત છે અને પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તામાં છેવાડાના માનવીનો વિકાસ થાય અને કેન્દ્ર સરકાર તથા રાજય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ લોકોને વધુને વધુ મળે તે માટે કાર્યરત છે.

વોર્ડ નં. ૨માં પ્રભારી તરીકે રક્ષાબેન વાયડા, પ્રમુખ તરીકે દીપાબેન કાચા, મહામંત્રી તરીકે દેવયાનીબેન રાવલ, કારોબારી સભ્ય તરીકે ઉર્મિલાબેન તન્ના, વોર્ડ નં. ૩માં પ્રભારી તરીકે જશુમતીબેન વસાણી, પ્રમુખ તરીકે અરૂણાબેન આડેસરા, મહામંત્રી તરીકે ચેતનાબેન વિધાણી, કારોબારી સભ્ય તરીકે ઈલાબેન પડીયા, વોર્ડ નં. ૪માં પ્રભારી તરીકે ધારાબેન વૈષ્ણવ, પ્રમુખ તરીકે મનીષાબેન સેરશીયા, મહામંત્રી રાજશ્રીબેન મોલવીયા, કારોબારી સભ્ય તરીકે મીનાબેન હેરમા, વોર્ડ નં.૫માં પ્રભારી તરીકે નિતાબેન વઘાસીયા, પ્રમુખ તરીકે મનુભાઈ રાઠોડ, મહામંત્રી તરીકે શોભનાબેન પરસાણા, કારોબારી સભ્ય તરીકે સંગીતાબેન કેરળીયા, વોર્ડ નં.૬માં પ્રભારી તરીકે કોમલબેન ખીરા, પ્રમુખ તરીકે કિન્નરીબેન ચૌહાણ, મહામંત્રી તરીકે મનીષાબેન માલકીયા, કારોબારી સભ્ય તરીકે હેમલબેન પાટડીયા, વોર્ડ નં.૭માં પ્રભારી તરીકે પીનાબેન કોટક, પ્રમુખ તરીકે ઉન્નતિબેન ચાવડા, મહામંત્રી તરીકે સોનલબેન દવે, કારોબારી સભ્ય તરીકે દક્ષાબેન શાહ, વોર્ડ નં.૮માં પ્રભારી તરીકે દેવયાનીબેન માંકડ, પ્રમુખ તરીકે જયોતિબેન લાખાણી, મહામંત્રી તરીકે હર્ષિદાબેન કાસુન્દ્રા, કારોબારી સભ્ય તરીકે રાજુલબેન ચૌહાણ, વોર્ડ નં.૯માં પ્રભારી તરીકે ભાવનાબેન મહેતા પ્રમુખ તરીકે જાગૃતિબેન ભાણવડીયા, મહામંત્રી તરીકે મનીષાબેન માકડીયા, કારોબારી સભ્ય તરીકે ધારાબેન જોષી, વોર્ડ નં.૧૦માં પ્રભારી તરીકે લીલાબા જાડેજા, પ્રમુખ તરીકે મનીષાબેન શેઠ, મહામંત્રી તરીકે ચેતનાબેન, કારોબારી સભ્ય તરીકે ચંદ્રિકાબેન નાંઢા, વોર્ડ નં.૧૧માં પ્રભારી તરીકે કંચનબેન મારડીયા, પ્રમુખ તરીકે પલ્લવીબેન પોપટ, મહામંત્રી તરીકે હેમીબેન ભલસોડ, કારોબારી સભ્ય તરીકે રેખાબેન માણાવદરીયા, વોર્ડ નં.૧૨માં પ્રભારી તરીકે લીલીબેન ભંડેરી, પ્રમુખ તરીકે કિરણબેન હરસોડા, મહામંત્રી તરીકે હિનાબેન કરગથરા, કારોબારી સભ્ય તરીકે શીલાબેન ડોડીયા, વોર્ડ નં.૧૩માં પ્રભારી તરીકે હિનાબેન કરગથરા, કારોબારી સભ્ય તરીકે શીલ્પાબેન ચૌહાણ, મહામંત્રી તરીકે જીજ્ઞાબેન વ્યાસ, કારોબારી સભ્ય તરીકે રાધાબેન ભરવાડ, વોર્ડ નં.૧૪માં પ્રભારી તરીકે રંભાબેન ભાલારા, પ્રમુખ તરીકે સરલાબેન રાઠોડ, મહામંત્રી તરીકે પ્રીતિબેન ઠાકર, કારોબારી સભ્ય તરીકે અંજુબેન વાઘેલા, વોર્ડ નં.૧૫માં પ્રભારી તરીકે પુષ્પાબેન જોષી, વોર્ડ નં. ૧૬માં પ્રભારી તરીકે પ્રભાબેન વસોયા, પ્રમુખ તરીકે ચાંદનીબેન ગોંડલીયા, મહામંત્રી તરીકે ચંપાબેન બાલાસરા, કારોબારી સભ્ય તરીકે રેખાબેન ચોટલીયા, વોર્ડ નં.૧૭માં પ્રભારી તરીકે લીનાબેન રાવલ, પ્રમુખ તરીકે જયશ્રીબેન મકવાણા, મહામંત્રી તરીકે જયશ્રીબેન ઝાલા, કારોબારી સભ્ય તરીકે ગીતાબેન પરમાર, વોર્ડ નં.૧૮માં પ્રભારી તરીકે કિર્તીબા રાણા, પ્રમુખ તરીકે વીણાબેન ધ્રાંગધરીયા, મહામંત્રી તરીકે છાયાબેન કવૈયા, કારોબારી સભ્ય તરીકે પ્રકાશબા ગોહિલની વરણી કરવામાં આવેલ છે.(૩૭.૧૪)

(3:40 pm IST)