Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

શાસ્ત્રીમેદાનમાં ખીસ્સા કપાવાના-બેગ લીફટીંગના ૭૦ થી વધુ બનાવો બાદ

એસટી ડિવીઝને ઘણા સમયથી માંગણી કરી'તીઃ પોલીસ ચોકી બનાવી દીધી છતાં સ્ટાફ નહોતો મુકાયો!!

રાજકોટ તા.૧૦: શાસ્ત્રીમેદાનમાં હાલ કામચલાઉ સેન્ટ્રલ બસ સ્ટેશન કાર્યરત છે, રોજની ૧૩૨૫ થી વધુ બસો આવન-જાવન કરે છે, હજારો સુસાફરો દરરોજ આવ-જા કરે છે, આથી લોકોના ખીસ્સા કપાવાના, બેગ લીફટીંગના બનાવો ન બને તે માટે અને બસ સ્ટેશનની સુરક્ષા જળવાઇ રહે તે હેતુસર એસટી તંત્ર-રાજકોટ ડિવીઝને પોલીસ ચોકી બસ સ્ટેશનમાં કાર્યરત કરવા માંગણી કરી હતી, આ માટે પોલીસ સ્ટેશનના સૂચવ્યા મુજબ માપ સાઇઝની પોલીસ ચોકી પણ બનાવી અપાઇ હતી.

પરંતુ રાજકોટ શહેર પોલીસ તંત્ર દ્વારા કોઇ કાળે સ્ટાફ મુકાયો ન હોતો, બસ સ્ટેશન કાર્યરત થયું ત્યાંથી અત્યાર સુધીમાં ખીસ્સા કપાવાના-બેગ લીફટીંગના ૬૦ થી ૭૦ બનાવો બની ગયા હતા. લોકોમાં દેકારો બોલી ગયો હતો, પરંતુ આખરે બસ સ્ટેશનમાં પોલીસ ચોકી કાર્યરત થઇ છે, શહેર પોલીસ તંત્ર દ્વારા ત્રણ જમાદારોની રાઉન્ડ ધ કલોક ડયુટી ફીકસ કરાઇ છે.

(3:33 pm IST)