Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ભકિતનગર પોલીસે જંગલેશ્વરમાં વાછરડાની કતલ થાય એ પહેલા જીવ બચાવી લીધો

રામ રાખે એને કોણ ચાખે...મોત નક્કી જ હતું પણ મળ્યું નવું જીવન : શેરી નં. ૧૫માં રહેતાં હાસમ પીંજારાની ધરપકડઃ સુયો, છરી, દોરડુ કબ્જે

રાજકોટ તા. ૧૦: જંગલેશ્વર શેરી નં. ૧૫માં રહેતો હાસમ બાબુભાઇ પીંજારા નામનો શખ્સ ગોૈવંશની કતલ કરવા માટે એક વાછરડુ લાવ્યાની માહિતી મળતાં ભકિતનગર પોલીસે દરોડો પાડી તપાસ કરતાં હાસમના મકાનમાં એક કાળા કલરનું વાછરડુ બાંધી રખાયું હોઇ તેને મુકત કરાવી પાંજરા પોળમાં મોકલી હાસમ બાબુભાઇ પીંજારાની ધરપકડ કરી હતી.

પોલીસે મકાનમાંથી કાળા રંગનું વાછરડુ, એક સુયો, એક છરી તથા એક દોરડુ કબ્જે કર્યુ છે. પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. એમ. ધાખડા, એન. એ. શુકલા, એ. વી. પીપરોતર, એએસઆઇ સુભાષભાઇ ડાંગર, હેડકોન્સ. સૂર્યકાંતભાઇ પરમાર, અજયભાઇ ચોૈહાણ, મયુરસિંહ પરમાર, રામદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે આ કામગીરી કરી હતી. અગાઉ પણ ભકિતનગર પોલીસે જંગલેશ્વરમાં દરોડા પાડી ગોૈવંશને બચાવ્યા હતાં.

(3:29 pm IST)