Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

સિવિલ હોસ્પિટલ કે. ટી. ચિલ્ડ્રનના ડો. યોગેશ પરિખની સુરત બદલી

અગાઉ કે.ટી.ના વડામાંથી એસો. પ્રોફેસર બની ગયા'તા

રાજકોટ તા. ૧૦: સિવિલ હોસ્પિટલની કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલના વડા તરીકે અગાઉ ફરજ બજાવતાં ડો. યોગેશ પરિખને થોડા દિવસો પહેલા પ્રોફેસરમાંથી એસોસિએટ પ્રોફેસર બનાવી દેવાયા હતાં અને ગ્રેડ ઘટાડી દેવાયો હતો. હવે તેની બદલી સુરત ખાતે કરી દેવામાં આવી છે.

ડો. પરિખને પ્રોફેસરમાંથી એસોસિએટ પ્રોફેસરનો ઓર્ડર છઠ્ઠી જુનના રોજ થયો હતો. જેની ભજવણી બાવીસમી જુનના રોજ થઇ હતી. કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં વડા તરીકે ડો. પરીખ હતાં ત્યારે એકસ-રે વિભાગના છાત્રોના મોબાઇલ ફોન લઇ લેવા સહિતના કારણોસર અનેક વખત વિવાદમાં આવ્યા હતાં. ડો. યોગેશ પરિખ વિરૂધ્ધ અનેક રજૂઆતો થતાં સરકારે તેમને પ્રોફેસરમાંથી એસોસિએટ પ્રોફેસર બનાવી દીધા હતાં. આવું સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં પહેલી વખત થયું હતું. હવે તેની બદલી રાજકોટથી સુરત હોસ્પિટલમાં કરી દેવામાં આવ્યાનું જાણવા મળ્યું છે. હોસ્પિટલ વર્તુળોમાં આ બાબતે ભારે ચર્ચા જગાવી છે.

(12:19 pm IST)