Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

આજીનદીનો ધોરિયો પુલ હવે બનશે રાહદારીબ્રિજઃ પાની

પેડક રોડ સ્વિમીંગ પૂલના ફિલ્ટર પ્લાન્ટર અને એરેશન પ્લાન્ટ વ્યવસ્થિાન કાર્યરત રાખવા મ્યુનિ. કમિશ્રરની તાકિદ

રાજકોટ, તા.૯: અત્યારે ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 'વન-ડે થ્રી વોર્ડ' ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે અને તેમાં શહેરના ત્રણેય ઝોનમાં મહાનગરપાલિકાની સંબંધિત શાખાઓ તમામ વોર્ડમાં સફાઈ કામગીરી, વોંકળા સફાઈ, મચ્છર ઉત્પતિ નિવારણ માટે આરોગ્ય શાખા અને તેના મેલેરિયા વિભાગની કામગીરી, ડ્રેનેજની કામગીરી તેમજ જયાં જયાં આવશ્યકતા જણાય ત્યાં બાંધકામ શાખા સહિતની ટેકનિકલ શાખાઓ પોતપોતાની જવાબદારીઓ સંભાળવામાં વધુ સતર્ક રહી લોકોના પ્રશ્નો અને અસુવિધાઓ સત્વરે દૂર કરે તેવો આશય છે, તેમ મ્યુનિ. કમિશનર  બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, આજે આ ઝુંબેશ અનુસંધાને તેમણે વોર્ડ નં.૪ માં વિવિધ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને જાહેર સ્વછતા અને જાહેર આરોગ્ય સંબંધી કામગીરી અંગે જે તે શાખાઓને સતર્ક રહેવા ખાસ સૂચના આપી હતી. દરમ્યાન આજી નદી પર ભગવતીપરા ખાતે આવેલ ધોરિયા પૂલ અને પેડક રોડ પર સ્થિત મહાનગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પૂલની પણ કમિશનરશ્રીએ ખાસ વિઝિટ કરી હતી.

આ વિશે વાત કરતા મ્યુનિ. કમિશનરશ્રીએ એમ કહ્યું હતું કે, ધોરિયા પૂલના સ્થળની મુલાકાત દરમ્યાન એ બાબતનો સ્થળ પર પરામર્શ કરવામાં આવ્યો હતો કે, ધોરિયા પૂલનો રાહદારીઓ માટે ઉપયોગ કરી શકાય એમ છે કે કેમ? ધોરિયા પૂલને વધુ મજબુત બનાવવા તેના પર રેલીંગ લગાવવા સહિતના કામો હાથ ધરી તેને સેલ્ફ એન્ડ સિકયોર બનાવવા માટે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. ધોરિયો પૂલ રાહદારીઓ માટે આવાગમન કરવા શકય બને તો લોકોને એક વિશેષ સુવિધા મળી શકે તેમ છે. આ માટે સંબંધિત અધિકારીશ્રીઓને પૂલ સંબંધી જરૂરી તમામ શકયતા ચકાસવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ધોરિયા પૂલનો ડ્રેનેજના પાણીણી મદદથી સિંચાઇના કામો માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય તે અંગે પણ વિચારણા કરવામાં આવી હતી.

વિશેષમાં આજે કમિશનરશ્રી પેડક રોડ પર આવેલ સ્વિમિંગ પૂલની મુલાકાત દરમ્યાન પૂલના પાણીની ગુણવતા અંગે માહિતી મેળવી હતી. સ્વિમિંગ પૂલમાં આવતા લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા મ્યુનિ. કમિશનરશ્રીએ પૂલના વોટર ફિલ્ટર પ્લાન્ટ અને પાણીમાં ઓકિસજનની દ્યટની પૂર્તિ કરતા એરેશન પ્લાન્ટ સુવ્યસ્થિતરીતે કાર્યરત્ત્। રહે તે સુનિશ્યિત કરવા સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.(૨૨.૧૫)

(4:40 pm IST)