Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

ખંઢેરી રેલ્વે સ્ટેશન અદ્યતન બનાવાશેઃ એઇમ્સ સંદર્ભે રેલ્વે દ્વારા કાર્યવાહીઃ કલેકટર સાથે મીટીંગ

પરાપીપળીયાનો ૭ મીટરનો રોડ ૧૦ મીટરનો બનાવવા પણ આદેશો : રૂડાનો ડીપી રોડ તથા રેલ્વે ક્રોસીંગ માટે ઓવર હેડ પ્રોજેકટઃ આજે ઇજનેરો સાથે મંત્રણા

રાજકોટ તા. ૧૦ : કલેકટરે આજે પત્રકારોને જણાવ્યું હતું. કે એઇમ્સ સંર્દભે રાજકોટ રેલ્વે તંત્ર પણ ખંઢેરી રેલ્વે સ્ટેશનનું એકસપાન્સન કરી રહ્યું છે. આ સ્ટેશન અદ્યતન બનાવશે, આ માટે રેલ્વે તરફથી પ્લાનીંગ ચાલી રહ્યું છે, કારણ કે એકાદ વર્ષમાં એઇમ્સ શરૂ થઇ જશે, રાજયની આ એકમાત્ર હોસ્પીટલ છે, અને રાજયભરમાંથી હોસ્પીટલમાં તમામ પકારના દર્દીઓને મફત સારવાર મળશે. જે જોતા રેલ્વે આ પલાનીંગ કરી રહ્યું છે.

કલેકટરે જણાવેલ કે આ ઉપરાંત એઇમ્સ માટે પરાપીપળીયાથી ખંઢેરી વચ્ચેનો ૭ મીટરનો જે રોડ છે.ે તે૧૦ મીટરનો બનાવાશે, તો રૂડાનો ડીપી રોડ પણ ગતિમાં છે, અને જયાં રેલ્વે ક્રોસીંગ આવેલ છે, ત્યાં ઓવર હેડ, અને તેને જામનગર રોડને જોડતા બીજા રીંગ રોડ ઉપર ઓવર હેડ બનાવશે, આ ઉપરાંત બેડી-મોરબી રોડ, પણ ડેવલપ કરાઇ રહ્યો છેે, આ તમામ પ્રકારની કાર્યવાહી માટે આજે બપોર બાદ માર્ગ-મકાન સુપ્રિ.ઇજનેર અને એકઝી.ઇજનેરને બોલાવાયા છે, તે ઉપરાંત પાણીનું વહેલી, કનેકટીવીટી, વીજલાઇન ખસેડવી એ સહિતની તમામ મહત્વની કામગીરી પણ ચાલી રહી છે.

(4:00 pm IST)