Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

રૂડાનગર-૧માં આડેધડ વાહન પાર્કિંગથી રહેવાસીઓ ત્રાહીમામ

રાજકોટઃ શહેરમાં કાલાવડ રોડ ઉપર આવેલ રૂડાનગર-૧ના રોડ ઉપર આડેધડ વાહન પાર્કિંગથી અહીંના રહેવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આ સમસ્યા અંગે રૂડાનગર-૧ સોસાયટીના પ્રમુખ અજીતસિંહના જણાવ્યા મુજબ સોસાયટીના મેઈન રોડ ઉપર મેટોડા ખાતે અપડાઉન કરનારા મોટા ભાગના લોકો તેમજ આ રોડ ઉપર આવેલ રેસ્ટોરન્ટમાં આવનારા લોકો પોતાના વાહનો આડેધડ પાર્કિંગ કરી નાખે છે. જેના કારણે રહેવાસીઓને ચાલવામા અને પોતાના વાહનો રાખવામાં પણ ભારે મુશ્કેલીઓ સર્જાય છે અને રહેવાસીઓ માટે આ સમસ્યા અત્યંત પીડાદાયક બની રહી છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તથા ટ્રાફીક વિભાગ આ સમસ્યાનો ઉકેલ લાવે તે અત્યંત જરૂરી છે.

(4:25 pm IST)
  • સુરતના સરથાણા વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ :વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ: વીડિયો સરથાણાના ડાયમંડ નગરનો હોવાનું કહેવાય છે :ખુલ્લેઆમ જાહેરમાં લોકો દેશી દારૂ પી રહ્યા હોવાનું નજરે પડે છે. સ્થાનિકોએ જ આ વીડિયો બનાવી સોશયલ મીડિયામાં વાઈરલ કરતા દોડધામ . access_time 1:59 am IST

  • રાજકોટમાં સતત બીજા દિવસે તાપમાન ૪૪ ડિગ્રી ને પાર ત્રિકોણબાગ શહેરનું સૌથી વધુ ગરમ સ્થળ access_time 3:57 pm IST

  • રાયફલ સાફ કરવામાં અચાનક ગોળી વાગવાથી સેનાના પેરા કમાન્ડોનું મોત :જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં માનસબલ ક્ષેત્રમાં સેનાના સેક્ટર મુખ્ય મથક સાથે જોડાયેલ 31 પેરા રેજિમેંટના તરૂણ કુમાર ગંભીર રીતે ઘાયલ તરૂણ કુમારનું શ્રીનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત access_time 12:51 am IST