Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

૧૩ વર્ષની સગીરાના અપહરણ-દુષ્કર્મ પોકસોની કેસમાં આરોપીનો છૂટકારો

રાજકોટ, તા.૧૦: રાજકોટ જીલ્લામાં આવેલ કાળીપાટ ગામના ફરીયાદીએ પોતાની ૧૩ વર્ષની સગીર વયની પુત્રીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ કરવાના ઇરાદે અપહરણ થયા અંગેની ફરીયાદ રાજકોટ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં આઇપીસી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬, અને પોકસો એકટની કલમ ૪ તથા ૬ મુજબની ફરીયાદ રાજકોટ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી હતી. જે કામે આ કામના આરોપી કિશોર ઉર્ફે કિશન વાલજીભાઇ બથવારની રાજકોટ પ્ર.નગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ જે કેસ ચાલી જતા પોકસો અદાલતે આ કામના આરોપી કિશોર ઉર્ફે કિશન વાલજીભાઇ બથવારને ઉપરોકત ગુન્હાના કામ સબબ નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

કેસ ચાલી જતા આ કામમાં ફરીયાદ પક્ષ તરફથી ૧૭ સાહેદોને તપાસવામાં આવેલ  તેમજ પંદર ડોકયુમેન્ટરી પુરાવાઓ રજુ કરવામાં આવેલ. આ કામમાં અતિ મહત્વના ગણતા સાહેદો  એટલે કે ફરીયાદી અને ભોગ બનનારની કોર્ટ સમક્ષની જુબાનીમાં ઘણો બધો વિરોધાષ રહેલ હોય તેમજ તેમની જુબાની શંકાશીલ હોય જે ફરીયાદ પક્ષના કેસને નિઃશંક પણે પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલ હોય અને બચાવ પક્ષ તરફે રોકાયેલા એડવોકેટએ કરેલ રજુઆતો તેમજ વડી અદાલતના રજુ રાખેલ ચુકાદાઓને ધ્યાનમાં લઇ આ કામના આરોપીને સ્પે. પોકસો કોર્ટના જજ સાહેબશ્રી આર. એલ.ઠકકર સાહેબે આ કામના આરોપીને ઉપરોકત ગુન્હામાં નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપી વતી યુવા એડવોકટ જીજ્ઞેશ એમ.સભાડ, જાહીદ એન. હિંગોરા, રણજીત બી.મકવાણા રોકાયેલા હતા.

(4:22 pm IST)