Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

લક્ષ્મીનગર રેલ્વે અંડરબ્રીજનું કામ ગતિમાં: ટ્રાફીક સમસ્યા હલ થશે

આવતીકાલે ટેન્ડર ખુલશેઃ ગોવિંદભાઈ પટેલ

રાજકોટ,તા.૧૦: અહિંના લક્ષ્મીનગર રેલ્વે અંડરબ્રીજનું કામ ગતિમાં આવી રહ્યાનું રાજકોટના ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલે જણાવ્યું છે. ઘણા લાંબા સમયથી નાના મૌવા રોડ લક્ષ્મીનગરથી શરૂ કરીને નાના મૌવા ચોકડી થઈને નાના મૌવા સુધી ટી.પી. રોડ ઉપર લાખો લોકોની અવરજવર રહે છે અને સવાર સાંજ આ અંડરબ્રીજ ઉપર વાહનોની લાઈનો લાગે છે જે ધ્યાને લઈને રેલ્વે તંત્રમાં અનેક વખત રજુઆતો કરવામાં આવેલ અને તેના આખરે સફળતા મળેલ છે.

ભકિતનગર રેલ્વે સ્ટેશન પાસે આવેલ આ અંડરબ્રીજનું એસ્ટીમેન્ટ કોસ્ટ ૨૦ કરોડ ૬૬ લાખ ૭૧ હાજર જેવી માતબર રકમ આ અંડરબ્રીજમાં ખર્ચ થશે આ થનાર ખર્ચ સંપૂર્ણ રાજકોટ મ્યુ.કોર્પોરેશન મારફતે ખર્ચ થશે આ કામના ટેન્ડર પ્રસિદ્ધ થઈ ગયેલ છે અને તે  ટેન્ડર ૧૧ જુનના રોજ ખુલશે જો કોઈ બીજા હર્ડલ નહિ થાય અને એજન્સી ફિકસ થશે તો તે કામ તુર્ત શરૂ થશે અને રાજકોટ વેસ્ટમાં વસતા શહેરી જનોને કાલાવડ રોડ અંડરબ્રીજ પછીનો એક બીજો અંડરબ્રીજ મળશે અને ટ્રાફિકની સમસ્યા પણ મહદ અંશે હલ થશે તેમ નિવેદનના અંતે શ્રી પટેલે જણાવ્યું છે.

(4:10 pm IST)